Dark Mode
Image
  • Friday, 17 May 2024

370 બેઠકો જીતવા ભાજપ માટે મહત્વપૂર્ણ છે આ 10 રાજ્યો, ગત ઇલેક્શનમાં આમાંથી 6 રાજ્યોમાં ક્લિન સ્વિપ કરી હતી

370  બેઠકો જીતવા ભાજપ માટે મહત્વપૂર્ણ છે આ 10 રાજ્યો, ગત ઇલેક્શનમાં આમાંથી 6 રાજ્યોમાં ક્લિન સ્વિપ કરી હતી

ભાજપ 370 બેઠકો જીતી શકશે કે કેમ ..આ સવાલ હાલ ભારતની રાજનીતીમાં ચર્ચાનો વિષય બનેલો છે.. જે રીતે હાલ દેશમાં માહોલ છે તે જોતા ભાજપ માટે 370 સીટ જીતવી મુશ્કેલ નથી જણાતી.. પરંતુ બીજી તરફ જોઇએ તો ભાજપ માટે 370 બેઠકો જીતવું જેટલું દેખાય છે તેટલું સહેલું પણ નથી.225 બેઠકો પર ક્લીન સ્વીપ કરવાની યોજનાભારતના 10 રાજ્યો એવા છે જેની 225 લોકસભા સીટો છે અને આ સીટો પરર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. આ બેઠકો દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છે. ભાજપ આ બેઠકો પર ક્લીન સ્વીપ કરવાની રણનીતિ બનાવી રહી છે.

 

-- 2019માં 6 રાજ્યોમાં ક્લીન સ્વીપ કરવામાં આવ્યું હતું :- આ 10 રાજ્યોમાંથી 6 રાજ્યો એવા છે જ્યાં ભાજપે 2019માં ક્લીન સ્વીપ કર્યું હતું. જેમાં રાજસ્થાન, ગુજરાત, દિલ્હી, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઉત્તરાખંડ સામેલ હતા. આવી સ્થિતિમાં જો ભાજપે 370 સીટોનો ટાર્ગેટ હાંસલ કરવો હોય તો આ 10 રાજ્યોમાંથી અગાઉ જે 6 રાજ્યોમાં ક્લિન સ્વિપ મેળવી હતી, તે રાજ્યોમાં ક્લિન સ્વિપ મેળવવાની સાથે સાથે બાકીના 4 રાજ્યોમાં પણ અગાઉ કરતા વધારે બેઠકો જીતવી પડે. આ કામ એટલું સરળ નથી.

 

-- યુપીની તમામ સીટો જીતવી પડશે :- જો ભાજપને 370 સીટોના લક્ષ્યની નજીક આવવું હોય તો તેને પહેલા યુપીની તમામ 80 સીટો જીતવી પડશે. અહીં ગત ચૂંટણીમાં તેણે 64 બેઠકો જીતી હતી. રાજ્યની તમામ બેઠકો જીતવા માટે ભાજપે મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો માટે ખાસ રણનીતિ બનાવી છે અને મુસ્લિમ મહિલાઓને પોલિંગ એજન્ટ બનવાની તાલીમ આપી રહી છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીમાં વિશાળ રેલીઓ કરવાની યોજના બનાવી છે.આ વખતે ભાજપ ઉત્તર પ્રદેશની તે બેઠકો પણ જીતવા માંગે છે જ્યાં તેને 2019માં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમાં બિજનૌર, મુરાદાબાદ, સંભલ, મૈનપુરી, જૌનપુર, લાલગંજ, રાયબરેલી, સહારનપુર, અમરોહા, રામપુર, આંબેડકર નગર, શ્રાવસ્તી, ઘોસી, ગાઝીપુર અને આઝમગઢનો સમાવેશ થાય છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!