Dark Mode
Image
  • Monday, 20 May 2024

સુપ્રીમ કોર્ટે CBIની અરજી પર ચંદા કોચર અને તેમના પતિ પાસેથી માગ્યો જવાબ, 3 સપ્તાહનો આપ્યો સમય

સુપ્રીમ કોર્ટે CBIની અરજી પર ચંદા કોચર અને તેમના પતિ પાસેથી માગ્યો જવાબ, 3 સપ્તાહનો આપ્યો સમય

CBI દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ICICI બેંકના પૂર્વ CEO અને MD ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર પાસેથી જવાબ માગ્યો છે. CBIએ બોમ્બે હાઈકોર્ટ દ્વારા ચંદા કોચર અને તેના પતિને લોન ફ્રોડ કેસમાં વચગાળાના જામીન આપવા સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચે CBIની અરજી પર સુનાવણી કરી હતી. બેન્ચે ચંદા કોચર અને તેમના પતિને ત્રણ અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે.

CBI તરફથી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી.રાજુએ જણાવ્યું હતું કે હાઈકોર્ટે IPCની કલમ 409ને ધ્યાનમાં લીધા વિના ખોટી હોલ્ડિંગ પર કાર્યવાહી કરી હતી. આના પર બેન્ચે રાજુને પૂછ્યું કે જો તે ખાનગી બેંક છે તો IPCની કલમ 409 કેવી રીતે લાગુ કરવામાં આવી, તો રાજુએ કહ્યું કે બેંક ખાનગી હોવા છતાં તેમાં જાહેર નાણાં સામેલ છે.એડિશનલ સોલિસિટર જનરલ રાજુની વાત સાંભળ્યા બાદ બેન્ચે કહ્યું કે તે ચંદા કોચર અને તેના પતિને નોટિસ જારી કરી રહી છે. તેમને ત્રણ અઠવાડિયામાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

-- ચંદા કોચરની ક્યારે ધરપકડ કરવામાં આવી? નોંધનીય છે કે 9 જાન્યુઆરીએ હાઈકોર્ટે લોન ફ્રોડ કેસમાં ચાંદ કોચર અને તેના પતિની ધરપકડ કરવા માટે સીબીઆઈની ઝાટકણી કાઢી હતી. આ સાથે કોર્ટે બંનેને વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. ચંદા કોચરની CBI દ્વારા 23 ડિસેમ્બર, 2022ના રોજ વીડિયોકોન-ICICI બેંક લોન ફ્રોડમાં ધરપકડ કરવામાં આવી હતી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!