Dark Mode
Image
  • Sunday, 05 May 2024

નંદુરબારમાં સુરત-અયોધ્યા આસ્થા સ્પેશિયલ ટ્રેન પર પથ્થરમારો

નંદુરબારમાં સુરત-અયોધ્યા આસ્થા સ્પેશિયલ ટ્રેન પર પથ્થરમારો

બુલેટિન ઈન્ડિયા સુરત : સુરત રેલવે સ્ટેશનથી લીલી ઝંડી મળ્યાના ગણતરીના કલાકો બાદ જ રવિવારે રાત્રે સુરત-અયોધ્યા આસ્થા સ્પેશિયલ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે રવિવારે રાત્રે લગભગ 8 વાગ્યે કુલ 1340 યાત્રીઓ સાથે અયોધ્યા જનારી વિશેષ ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી હતી.

 

 

જો કે, રાત્રે 11:15 વાગ્યે ટ્રેન નંદુરબાર પહોંચી ત્યારે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.મુસાફરોએ જણાવ્યું હતું કે, ટ્રેન ઊભી રહેતાં જ બહારથી ટ્રેનમાં પથ્થરો આવવા લાગ્યા હતા. આ કારણે મુસાફરો ડરી ગયા હતા અને દરવાજા અને બારીઓને તાળું મારવાનું શરૂ કરી દીધું હતું. જો કે, ટ્રેનની અંદર લગભગ એક ડઝન જેટલા પથ્થરો આવી ગયા હતા.

 

 

અને દરવાજા અને બારીઓ બંધ થયા બાદ પણ લોકો પથ્થરો ફેંકતા રહ્યા હતા.સદનસીબે આ ઘટનામાં કોઇને ઇજા થઇ ન હતી. ઘટનાની જાણ થતાં જ જીઆરપી અને આરપીએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તપાસ બાદ ટ્રેનને ચાલુ રાખવા દેવામાં આવી હતી. જીઆરપીએ જણાવ્યું હતું કે અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

 

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!