Dark Mode
Image
  • Sunday, 28 April 2024

વડોદરાના પાદરમાં શોભાયાત્રા પર થયો પથ્થરમારો : પાંચથી વધુ મહિલાઓ ઘાયલ

વડોદરાના પાદરમાં શોભાયાત્રા પર થયો પથ્થરમારો : પાંચથી વધુ મહિલાઓ ઘાયલ

બુલેટિન ઈન્ડિયા વડોદરા : અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાની 'પ્રાણ પ્રતિષ્ઠા'ની રાષ્ટ્ર ઉજવણી કરી રહ્યું છે. જો કે પાદરા પંથકમાં ઉજવણીમાં પથ્થરમારાની ઘટનાથી માવઠું થયું હતું. પાદરાના ભોજ ગામે પવિત્રવિધિ બાદ કાઢવામાં આવી રહેલી શ્રી રામ શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાની આ ઘટનામાં પાંચથી વધુ મહિલાઓ ઘાયલ થઈ હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસનો કાફલો પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તૈનાત કરવામાં આવ્યો હતો."

 

 

ખેલેથા ગામેથી હિન્દુ એકતા સંગઠન દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભાથીજી મંદિર ખાતે અનેક ગામોમાંથી પસાર થયા બાદ સમાપન થવાનું હતું. આ રેલી ભોજ ગામે પહોંચી ત્યારે પથ્થરમારો થયો હતો, જેમાં પાંચથી વધુ મહિલાઓ ઘાયલ થઈ હતી. પોલીસે જણાવ્યું છે કે હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

 

 

શોભાયાત્રા દરમિયાન પોલીસની હાજરી શરૂઆતમાં ઓછી હોવાનું જાણવા મળે છે. જો કે આ ઘટના બાદ પોલીસનો પૂરતો કાફલો આવી પહોંચ્યો હતો. હાલ પોલીસે પથ્થરમારો કોણે કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. પથ્થરબાજોને પકડવા માટે પોલીસના પ્રયાસો ચાલી રહ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની દરમિયાનગીરી બાદ સ્થિતિ કાબૂમાં આવી છે.

 

 

ઉલ્લેખનીય છે કે, રવિવારે મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પ્રાણ પ્રતિષ્ઠા મોહોત્સવની પૂર્વ સંધ્યાએ આવી જ પથ્થરમારાની ઘટના બની હતી. સાંજે જ્યારે યાત્રા બેલિમ વાસ વિસ્તારમાં પહોંચી તો આસપાસના વિસ્તારોમાંથી અચાનક લોકોએ તેમના પર પથ્થરમારો શરૂ કરી દીધો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ પથ્થરમારામાં પાંચ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ પોલીસે 15 જેટલા શકમંદોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!