Dark Mode
Image
  • Thursday, 09 May 2024

મોડાસામાં ST મહિલા કંડક્ટરની દાદાગીરી || St woman conductor's extortion in Modasa ||

મોડાસામાં ST મહિલા કંડક્ટરની દાદાગીરી || St woman conductor's extortion in Modasa ||

મોડાસામાં ST મહિલા કંડક્ટરની દાદાગીરી

 

સામાન્ય રીતે આપણે એસ.ટી બસમાં મુસાફરી કરી રહ્યા હોય તો આપણે આપણી મુસાફરીની ટિકિટ લેવાની હોય છે. પણ મોડાસાથી અમદાવાદ પરીક્ષા આપવા ST બસમાં મુસાફરી કરી રહેલ યુવક પાસે લેપટોપના ઉપયોગ બદલ કંડક્ટરે ટીકીટ આપી રૂપિયા 44 વસૂલ્યા હોવાનો મામલો સામે આવ્યો છે.

 

મહિલા કંડક્ટરે મુસાફર પાસે પરાણે લેપટોપની ટિકિટ લેવડાવી

 

મુસાફરી કરનાર યુવકે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરતા ST તંત્ર સામે સવાલ ઉભા થયા છે. મહેસાણા જિલ્લાના કુકરવાડા ગામના વતની ભાવિન પરમાર મોડાસામાં બેંકમાં નોકરી કરે છે. બેંકની પરીક્ષા આપવા માટે શનિવારે સવારે મોડાસાથી એસ.ટી બસમાં અમદાવાદ જઈ રહ્યા હતા. તે સમયે રસ્તામાં લેપટોપ કાઢીને જરૂરી કામ કરી રહ્યા હતા.

 

લેપટોપની ટિકિટ પેટે રૂ. 44 લીધા

 

જેને જોતા મહિલા કંડકટર આવ્યા અને લેપટોપ બંધ કરવાનું કહ્યું,પરંતુ કામ ચાલતું હોવાથી ભાવિને લેપટોપ બંધ ન કરતા કંડક્ટરે ટિકિટ લેવા દબાણ કર્યું હતું જેના પગલે મુસાફર યુવકે લેપટોપ પેટે 44 રૂ. ટિકિટ લેવી પડી હતી. ભાવિન પરમારે આ બાબતે સોસિયલ મીડિયાના ફેસબુકમાં ટીકીટ મૂકી પોસ્ટ વાયરલ કરતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.

 

જોકે આ બાબતે મોડાસા બસ ડેપોના મેનેજરે સરત ચૂકથી ટીકીટ અપાઈ ગઇ હોવાનું માલુમ પડતા ટીકીટ પેટે વસુલાત કરેલ રૂપિયા રિફંડ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!