Dark Mode
Image
  • Sunday, 28 April 2024

એસટી ડ્રાઈવરની બેદરકારી, દીકરીને મુકવા આવેલા પિતાના પગ પર ફરી વળ્યું બસનું ટાયર

એસટી ડ્રાઈવરની બેદરકારી, દીકરીને મુકવા આવેલા પિતાના પગ પર ફરી વળ્યું બસનું ટાયર

એસટી ડ્રાઈવરની બેદરકારી, દીકરીને મુકવા આવેલા પિતાના પગ પર ફરી વળ્યું બસનું ટાયર

 

સલામત સવારી એસટી અમારીના સુત્ર સાથે રાજ્યમાં દોડતી એસટી બસ દ્વારા અવાર નવાર અકસ્માત સર્જવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે વધુ એક વખત એસટી બસના ચાલકે બેદરકારી દાખવતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.

 

 કેશોદમાં બસ ચાલકની બેદરકારીથી સર્જાયો અકસ્માત

 

જૂનાગઢ જિલ્લાના કેશોદ બસ સ્ટેન્ડમાં એસટી બસ ચાલકની ગંભીર બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી. કેશોદ બસ સ્ટેન્ડ પર દીકરીને મુકવા આવેલા પિતાના પગ પર એસટી બસનું ટાયર ફરી વળતા અકસ્માત સર્જાયો હતો. જેમાં નારણભાઈ વાઢીયાને પગ પર બસનું ટાયર ફરી વળતા ગંભીર ઈજા થવા પામી હતી.

 

દીકરીને મુકવા આવેલા પિતાના પગ પર બસનું ટાયર ફરી વળ્યું

 

બનાવના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કેશોદ પોલીસ ને કેશોદને આ ઘટનાની જાણ થતાં તેઓ એસટી ડેપોમાં ગયા હતા અને વધુ માહિતી મેળવવા માટે વધુ શોધખોળ કરી હતી. મળતી માહિતી મુજબ, કેશોદ બસ સ્ટેન્ડમાં સોમનાથ-ગાંધીનગર રૂટની એસટી બસ નંબર જીજે - ૧૮ - ઝેડ - ૯૧૧૦ માં બસ આવ્યા બાદ હજુ મુસાફરો ચડે એ પહેલાં જ એસટી બસના ચાલકે બસ ચાલુ કરી દેતા નારણભાઈ વાઢીયાનાં પગ પર ટાયર ફરી વળ્યુ હતું.

 

પગમાં ગંભીર ઈજા થતા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા

 

ટાયર ફરી વળતાં પગ પંજાના છુંદેછુંદા નીકળી ગયા હતાં. નારણભાઈને ઈજા થઈ હોવાથી હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારે એસટી અમારી સલામત સવારી સુત્રને સાર્થક કરવા જરૂરી પગલાં ભરવામાં આવે એવી માંગ ઉઠી હતી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!