Dark Mode
Image
  • Monday, 13 May 2024

સોનુ સૂદનું વોટ્સએપ એકાઉન્ટ 61 કલાક પછી ફરી સક્રિય

સોનુ સૂદનું વોટ્સએપ એકાઉન્ટ 61 કલાક પછી ફરી સક્રિય

બી-ટાઉનના પ્રખ્યાત અભિનેતા અને 'કોરોના સમયગાળાના મસીહા' સૂન સૂદનું વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું. જેના કારણે અભિનેતાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હવે 61 કલાક બાદ અભિનેતાનું વોટ્સએપ એકાઉન્ટ ફરી એક્ટિવ થઈ ગયું છે. જેની જાણકારી તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આપી છે.


તેણે કહ્યું કે હવે વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવ થઈ ગયું છે. આ સ્ટોરી શેર કરતી વખતે તેણે લખ્યું, "તેમનું વોટ્સએપ એકાઉન્ટ 61 કલાક માટે બંધ હતું, જે હવે એક્ટિવ થઈ ગયું છે." વાસ્તવમાં, અગાઉ સોનુ સૂદે ટ્વિટર પર એક ટ્વિટ અને ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી અને તેણે કંપનીને વિનંતી કરી હતી. સાથે જ કંપનીને ટેગ કરતાં તેમણે લખ્યું કે, "સેંકડો જરૂરિયાતમંદ લોકો તેમને મેસેજ કરશે, તેથી તેમનું વોટ્સએપ એકાઉન્ટ જલદીથી એક્ટિવેટ કરવામાં આવે."


અભિનેતાએ 26 એપ્રિલે વ્હોટ્સએપ બંધ કરવા અંગે પ્રથમ પોસ્ટ કરી હતી.


તમને જણાવી દઈએ કે, અભિનેતાએ 26 એપ્રિલે વ્હોટ્સએપ સેવા બંધ થવા અંગે પ્રથમ પોસ્ટ કરી હતી અને તેણે X પર WhatsApp એકાઉન્ટનો સ્ક્રીનશોટ શેર કરીને આ માહિતી આપી હતી. આ સાથે તેણે લખ્યંગ કે, મારો વોટ્સએપ નંબર કામ નથી કરી રહ્યો. હું ઘણી વખત આ સમસ્યાનો સામનો કરી રહ્યો છું. તેથી મને લાગે છે કે તમારા લોકો માટે તમારી સેવાઓને અપગ્રેડ કરવાનો સમય આવી ગયો છે.


સોનુ સૂદનું ફિલ્મી કરિયર


આ દિવસોમાં સોનુ સૂદના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, અભિનેતા તેની આગામી એક્શન થ્રિલર ફિલ્મ 'ફતેહ'માં પોતાનો જાદુ બતાવવા જઈ રહ્યો છે. આ તેની પહેલી દિગ્દર્શિત ફિલ્મ છે અને જેકલીન ફર્નાન્ડીઝ પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!