Dark Mode
Image
  • Thursday, 16 May 2024

સામ બહાદુર આ દિવસે ઓટીટી પ્લેટફોર્મ પર થશે રિલીઝ, વિકીનો દમદાર અભિનય છે જોવાલાયક

સામ બહાદુર આ દિવસે ઓટીટી પ્લેટફોર્મ પર થશે રિલીઝ, વિકીનો દમદાર અભિનય છે જોવાલાયક

આ ફિલ્મમાં વિકીનો અભિનય એટલો અદ્ભુત છે કે દર્શકોને સામ માણેકશો જ જાણે પડદા પર દેખાય છે.

 

1 ડિસેમ્બરે વિકી કૌશલની ફિલ્મ ‘સામ બહાદુર’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભારતના પહેલા ફીલ્ડ માર્શલ સામ માણેકશોના જીવનથી પ્રેરિત છે. સામ બહાદુર સાથે રણબીર કપૂરની એનિમલ રિલીઝ થઈ છે, જે બ્લોકબસ્ટર સાબિત થઈ છે. એનિમલ સામે સામ બહાદુરને ઓછા દર્શકો મળ્યા છે અને કમાણી મામલે પણ પાછળ રહી છે. જોકે, ફિલ્મ જોનારા વિકીના અભિનયની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

 

આ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે સામ બહાદુર

 

‘રાઝી’ અને ‘છપાક’ જેવી ફિલ્મો બનાવનારા મેઘના ગુલઝાર ‘સામ બહાદુર’ના નિર્દેશક છે. આ ફિલ્મમાં વિકીનો અભિનય એટલો અદ્ભુત છે કે દર્શકોને સામ માણેકશો જ જાણે પડદા પર દેખાય છે. આ ફિલ્મની ઓટીટી રિલીઝ અંગે પણ અહેવાલો સામે આવ્યા છે. પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર, સામ બહાદુર થિએટર રિલીઝના લગભગ આઠ અઠવાડિયા બાદ ઓટીટી પર રિલીઝ થશે. મેકર્સે ફિલ્મને ગણતંત્ર દિવસ પર રિલીઝ કરી શકે છે. આ ફિલ્મ ઝીફાઈવ પર સ્ટ્રીમ થશે.

 

 

સામ બહાદુરનું કલેક્શન

 

સામ બહાદુરને ભલે ઓછા દર્શકો મળી રહ્યા છે, પણ વિકીના અભિનયે સૌનું ધ્યાન ખેંચ્યું છે. કેટલાંક લોકોનું કહેવું છે કે વિકીને ફિલ્મ માટે નેશનલ એવોર્ડ પણ મળી શકે છે. ફિલ્મે શરૂઆતના 7 દિવસોમાં કુલ 38.85 કરોડની કમાણી કરી છે.

 

સચિન તેન્ડુલકરે કર્યા સામ બહાદુરના વખાણ

 

જ્યાં એક તરફ બોલિવુડ કલાકારોએ વિકી કૌશલના અભિનયના વખાણ કર્યા છે, ત્યાં દિગ્ગજ ક્રિકેટર સચિન તેન્ડુલકર પણ સામ બહાદુરના ફેન બન્યા હતા. સચિને વિકી સાથે ફોટો શેર કરીને લખ્યું હતું કે આપણા દેશના ઇતિહાસ અને સામ માણેકશાના શૌર્ય અને બલિદાન વિશે જાણવા માટે આ ફિલ્મ સૌએ ખાસ જોવી જોઈએ. સચિને વિકી કૌશલ અને પત્ની અંજલિ સાથે શેર કરેલો ફોટો વાયરલ બન્યો હતો.

 

 

સામ બહાદુર ફિલ્મ કેવી છે?

 

મેઘના ગુલઝાર એક પ્રતિભાશાળી ડિરેક્ટર છે અને વિકી કૌશલ એક અફલાતૂન અભિનેતા છે, તેમ છતાં આ જોડી ફિલ્મને સફળ બનાવી શકી નથી. ફિલ્મમાં મુખ્ય પાત્રને હીરો બતાવવાના ચક્કરમાં અન્ય પાત્રોને એટલો ન્યાય નથી અપાયો. તો ફિલ્મનો સ્ક્રીનપ્લે પણ કમજોર છે. જોકે, ફિલ્મના સેકન્ડ હાફમાં ફિલ્મની પકડ વધે છે અને દર્શકો અંતે નિરાશ નથી થતા.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!