Dark Mode
Image
  • Tuesday, 14 May 2024

રશિયાનો 2 અમેરિકન રાજદ્વારીઓને 7 દિવસમાં દેશ છોડવા આદેશ.

રશિયાનો 2 અમેરિકન રાજદ્વારીઓને 7 દિવસમાં દેશ છોડવા આદેશ.

રશિયાના વિદેશ મંત્રાલયે 2 અમેરિકી રાજદ્વારીઓને 7 દિવસની અંદર દેશ છોડવાનો આદેશ આપ્યો. આ રાજદ્વારીઓ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયામાં અમેરિકી દૂતાવાસના અધિકારીઓ જેફરી સિલિન અને ડેવિડ બર્નસ્ટેઈન ભૂતપૂર્વ અમેરિકી કોન્સ્યુલર કર્મચારીના સંપર્કમાં છે.

યુક્રેન સાથે શરૂ થયેલા યુદ્ધથી અમેરિકા અને રશિયા વચ્ચે સંબંધોમાં ખટાશ આવી છે. બંને દેશના રાષ્ટ્રપતિ સતત શાબ્દિક યુદ્ધથી એકબીજા પર પ્રહાર કરતા હોય છે. આ દરમિયાન રશિયાના વિદેશ મંત્રાલયે 2 અમેરિકી રાજદ્વારીઓને 7 દિવસની અંદર દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ રાજદ્વારીઓ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. રશિયાના આ પગલાને અમેરિકાએ વખોડી કાઢ્યું છે. તેમજ આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

 

રશિયાનો અમેરિકન રાજદ્વારીઓ પર આરોપ :- રશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયામાં અમેરિકી દૂતાવાસના અધિકારીઓ જેફરી સિલિન અને ડેવિડ બર્નસ્ટેઇન આ વર્ષની શરૂઆતમાં ધરપકડ કરાયેલા ભૂતપૂર્વ અમેરિકી કોન્સ્યુલર કર્મચારીના સંપર્કમાં હતા. પૂર્વ કર્મચારી પર યુક્રેનમાં રશિયાની લશ્કરી કાર્યવાહી અને સંબંધિત મુદ્દાઓ વિશે અમેરિકન રાજદ્વારીઓ માટે માહિતી એકત્ર કરવાનો આરોપ હતો. રશિયામાં અમેરિકન એમ્બેસેડર લીન ટ્રેસીને મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેને જાણ કરવામાં આવી હતી કે સિલિન અને બર્નસ્ટીનને હાંકી કાઢવામાં આવી રહ્યા છે.

અમેરિકાએ રશિયાના પગલાની ટીકા કરી :- મોસ્કોમાં અમેરિકન એમ્બેસીએ એક નિવેદનમાં કહ્યું કે અમેરિકન સરકાર આનો 'યોગ્ય રીતે' જવાબ આપશે. અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે વોશિંગ્ટનમાં જણાવ્યું હતું કે રશિયાએ રાજદ્વારી જોડાણને બદલે મુકાબલો પસંદ કર્યો છે. અમે તેમની ક્રિયાઓનો યોગ્ય જવાબ આપીશું.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!