Dark Mode
Image
  • Thursday, 16 May 2024

રશિયાનો યુક્રેનમાં ફરી ઘાતકી હુમલો, 6 વર્ષના માસૂમ બાળક સહિત 49 લોકોના મોત

રશિયાનો યુક્રેનમાં ફરી ઘાતકી હુમલો, 6 વર્ષના માસૂમ બાળક સહિત 49 લોકોના મોત

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ થમવાનું નામ જ નથી લઈ રહી. બંને દેશ એકબીજા પર સતત હુમલાઓ કરી રહ્યાં છે. રશિયાનો યુક્રેનમાં ફરી ઘાતકી હુમલો. સૌથી વધુ નુકસાન યુક્રેનમાં થયું હોવાનું જાણવા મળ્યું છે.

 

રશિયાએ યુક્રેનના અનેક વિસ્તારોને નિશાન બનાવીને ડ્રોન હુમલા કર્યા હતા. આ હુમલામાં 6 વર્ષના માસૂમ બાળક સહિત ઓછામાં ઓછા 49 લોકોના મોત થયા. યુક્રેનના અધિકારીઓએ આ અંગેની માહિતી આપી છે.

 

 

ખાર્કિવના કુપ્યાન્સ્ક જિલ્લામાં સ્થિત હ્રોઝા ગામમાં એક કાફે અને એક દુકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. એમ ખાર્કિવ પ્રદેશના ગવર્નર ઓલેહ સિનેહુબોવે તેમની ટેલિગ્રામ ચેનલ પરની પોસ્ટમાં જણાવ્યું હતું. હુમલા સમયે ઘણા નાગરિકો ત્યાં હાજર હતા. ઘટનાને પગલે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ડ્રોન હુમલાને કારણે અનેક ઈમારતોમાં નુકસાન પહોંચ્યું.

 

 

અધિકારીઓએ કાટમાળ પર ચડતા બચાવકર્મીઓનો વીડિયો શેર કર્યો હતો. જો કે, 19 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયન સેનાએ ગામ પર મિસાઈલ છોડી હતી કે ફાયરિંગ કર્યું હતું કે કેમ તેની તાત્કાલિક પુષ્ટિ કરવી મુશ્કેલ હતી.

 

 

સ્પેનમાં 50 યુરોપિયન નેતાઓની સમિટમાં ભાગ લઈ રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોડિમિર ઝેલેન્સકીએ કહ્યું કે રશિયન આતંકવાદને રોકવો જ જોઈએ. ટેલિગ્રામ મેસેજિંગ એપ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું કે અમે એરફોર્સ અને આર્મીને મજબૂત કરવાના વિષય પર યુરોપિયન નેતાઓ સાથે વાત કરી રહ્યા છીએ. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પશ્ચિમ દેશો પાસેથી મદદ માગીને રશિયાના હુમલા સામે ઝઝુમી રહ્યું છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!