Dark Mode
Image
  • Monday, 20 May 2024

છોટાઉદેપુર પંથકમાં વરસાદ, સોસાયટીઓમાં ભરાયા પાણી

છોટાઉદેપુર પંથકમાં વરસાદ, સોસાયટીઓમાં ભરાયા પાણી

વરસાદ વર્ષાતા નીચાણ વાળા વિસ્તારમા ભરાયા પાણી

 

છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ઢોકલિયામાં મુસળધાર વરસાદ વર્ષા હતો વરસાદ વર્ષાતા નીચાણ વાળા વિસ્તારમા પાણી ભરાયાં હતો....પાણીની સતત આવકથતા લોકો મકાનોની બહાર આવી ગયા હતા લોકોને ઢોકલિયાનાં સરપંચે પાણી વધેતો મકાન બહાર નીકળી જવા સુચનાઓ આપવામાં આવીહતી... ભારે વરસાદના પગલે એક્વાડક્ટની સેફ્ટી વોલ પરથી પાણી પસાર થયું છે. તેવામાં જિલ્લામાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે.

 

જિલ્લાના ઘણા પંથકમાં વહેલી સવારથી વરસાદ

 

વહેલી સવારથી છોટાઉદેપુરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના તેજગઢ, ઝોઝ, દેવહાંટ સહિતના પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. જેના કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, તો ઘણી સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા હતા.સાથે સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતાં જિલ્લાની મહત્વની એવું હેરણ નદીમાં પણ પર આવ્યા છે અને બે કાંઠે વહી રહી છે.

 

તેજગઢ, ઝોઝ, દેવહાંટ પંથકમાં વરસાદ

 

પાણીની અચાનક આવક થતા લોકો પોતાના મકાનમાંથી પણ નીકળી ન શકતા. પાણીના વધતા જતા પ્રવાહને લઈ લોકોમાં ડર દેખાઈ રહ્યો છે. ગત વર્ષ 10 જુલાઈના રોજ ભારે વરસાદ થતા આ વિસ્તારના મકાનો દ્દુબાણમાં આવ્યા હતા. માત્ર એક કલાકના વરસાદમાં સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોએ પાલિકાની પ્રિ મોન્સુન કામગીરીને લઈ સવાલ ઉઠાવ્યા છે.

 

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!