Dark Mode
Image
  • Sunday, 19 May 2024

અમેરિકાના નેવાડામાં બર્નિંગ મેન ફેસ્ટિવલમાં વરસાદને કારણે કાદવનું સામ્રાજ્ય ફેલાતા લોકો ફસાયા

અમેરિકાના નેવાડામાં બર્નિંગ મેન ફેસ્ટિવલમાં વરસાદને કારણે કાદવનું સામ્રાજ્ય ફેલાતા લોકો ફસાયા

અમેરિકાના નેવાડામાં બર્નિંગ મેન ફેસ્ટિવલમાં લોકો ફસાયા, વરસાદને કારણે કાદવનું સામ્રાજ્ય ફેલાતા લોકો અટવાયા.

 

અમેરિકાના નેવાડામાં પ્રખ્યાત બર્નિંગ મેન ફેસ્ટિવલ દરમિયાન હજારો લોકો કાદવમાં ફસાયા. નેવાડામાં ભારે વરસાદ પડતાં બર્નિંગ મેન ફેસ્ટિવલ દરમિયાન ઠેર ઠેર કાદવ કીચડ ફેલાતા એકઠા થયેલા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઉત્સવના સ્થળ પર કાદવ કીચડ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

 

અમેરિકાના નેવાડામાં બર્નિંગ મેન ફેસ્ટિવલમાં વરસાદને કારણે કાદવનું સામ્રાજ્ય ફેલાતા લોકો ફસાયા
અમેરિકાના નેવાડામાં બર્નિંગ મેન ફેસ્ટિવલમાં વરસાદને કારણે કાદવનું સામ્રાજ્ય ફેલાતા લોકો ફસાયા

ભારે વરસાદના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ દર વર્ષે અમેરિકાના નેવાડામાં બર્નિંગ મેન ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. આ એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને તેનું આયોજન નેવાડાના રણ વિસ્તારમાં બ્લેક રોક સિટીમાં કરવામાં આવે છે. આ તહેવાર 27 ઓગસ્ટથી શરૂ થયો હતો. જોકે, શનિવારે સતત મુશળધાર વરસાદને કારણે આફત જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને કારણે રેતી કીચડ જેવી બની ગઈ હતી. જેના કારણે લોકો ત્યાંથી બહાર નીકળી શક્યા ન હતા અને અનેક દિવસો સુધી ત્યાં જ અટવાયા હતા. ઈવેન્ટના આયોજકોએ કહ્યું કે હવે સોમવારે સ્થિતિ થોડી સુધર્યા બાદ લોકોને ધીરે ધીરે બહાર કાઢવામાં આવી રહ્યા છે. જો કે રસ્તાઓ પર જામ ન થાય તે માટે લોકોને એકસાથે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

બર્નિંગ મેન ફેસ્ટિવલ શું છે? બર્નિંગ મેન ફેસ્ટિવલ દરમિયાન, લોકો રણમાં ટેન્ટ નાખી ઘણા દિવસો સુધી રહે છે. તહેવાર દરમિયાન, લોકો તેમના મોબાઇલ ફોન, અન્ય ઈલેક્ટ્રિક ગેજેટ્સ અને અન્ય લક્ઝરી વસ્તુઓથી દૂર રહે છે અને પરંપરાગત નૃત્યો, ગીતો અને સંગીતનો આનંદ માણે છે. કીચડની સ્થિતિને જોતા આ વિસ્તારમાં તમામ વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. 1990માં શરૂ થયેલો બર્નિંગ મેન ફેસ્ટિવલમાં દર વર્ષે હજારો લોકોને આકર્ષે છે. આ વર્ષે આ આંકડો 70 હજારની આસપાસ હતો.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!