Dark Mode
Image
  • Thursday, 09 May 2024

રાઘવ ચઢ્ઢા-પરીણિતી ચોપડાના શાહી લગ્નની તડામાર તૈયારી | Raghav Chadha-Parineeti Chopra's royal wedding is all set to take place

રાઘવ ચઢ્ઢા-પરીણિતી ચોપડાના શાહી લગ્નની તડામાર તૈયારી | Raghav Chadha-Parineeti Chopra's royal wedding is all set to take place

રાઘવ ચઢ્ઢા-પરીણિતી ચોપડાના શાહી લગ્નની તડામાર તૈયારી

 

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપડાના લગ્ન એકદમ શાહી થવા જઈ રહ્યા છે. હોટલમાં પણ આ અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. હોટલના સૂત્રો મુજબ પરિણીતીના સ્યુટનો ડાઈનિંગ રૂમ જ્યાં ચૂડા સમારોહ યોજાશે તે સંપૂર્ણપણે કાચનો બનેલો છે. તે સ્યુટનું રાત્રિનું ભાડું 9થી 10 લાખ રૂપિયા છે.

 

રાજસ્થાનના ઉદયપુર ફરી એકવાર શાહી લગ્નનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની શહેનાઈ વાગવાની છે. આ કપલના લગ્નની વિધિ 23 અને 24 સપ્ટેમ્બરે થશે. રાઘવ અને પરિણીતી આ ઉજવણીમાં કોઈ કસર છોડવા માગતા નથી, તેથી તેઓએ ફંક્શન્સ માટે હોટેલ ધ લીલા પેલેસની પસંદગી કરી છે, જે વિશ્વની ટોચની 3 હોટેલ્સમાં સામેલ છે. લગ્નનો દિવસ નજીક છે અને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સુરક્ષા પણ કડક કરવામાં આવી છે.

 

 

રાઘવ-પરિણીતીના લગ્ન એકદમ રોયલ થવા જઈ રહ્યા છે. હોટલમાં પણ આ અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જો હોટલના સૂત્રોનું માનીએ તો પરિણીતિના સ્યુટનો ડાઇનિંગ રૂમ જ્યાં ચૂડા સમારોહ યોજાશે તે સંપૂર્ણપણે કાચનો બનેલો છે. તે સ્યુટનું રાત્રિનું ભાડું 9થી 10 લાખ રૂપિયા છે. કહેવામાં આવી રહ્યું છે કે લીલા હોટલમાં મહેમાનો માટે 8 સ્યુટ અને 80 રૂમ બુક કરવામાં આવ્યા છે.

 

23મી સપ્ટેમ્બરે સવારે 10 કલાકે ચુડા સમારોહ યોજાશે. સાંજે સંગીતનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન 90ના દાયકાના ગીતોની થીમ રાખવામાં આવી છે. બીજા દિવસે 24મી સપ્ટેમ્બરે રાઘવની સેહરાબંધી બપોરે 1 વાગ્યે યોજાશે. આ પછી 2 વાગ્યે જાન નીકળશે. રાઘવ લગ્નના મહેમાનો સાથે બોટમાં બેસીને હોટેલ લીલા પેલેસ પહોંચશે. બપોરે જયમાળા બાદ 4 કલાકે ફેરા ફરશે. તે જ દિવસે સાંજે 6 વાગ્યા પછી વિદાય સમારોહ અને રાત્રે 8:30 વાગ્યે રિસેપ્શ અને ગાલા ડિનર થશે.

 

 

આ વીઆઈપી લગ્નને પગલે હોટલ મેનેજમેન્ટ પણ એલર્ટ પર છે. લગ્ન માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્લી સ્થિત એક કંપની આ ઘટનાને લગતું કામ જોઈ રહી છે. હોટલના સ્ટાફમાંથી પણ કંઈ લીક ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. 2 દિવસ દરમિયાન કર્મચારીઓને કોઈપણ સંજોગોમાં હોટલની અંદર સ્માર્ટફોન લઈ જવાની મનાઈ છે.

 

50થી વધુ લક્ઝરી વાહનો સહિત 120થી વધુ લક્ઝરી ટેક્સીઓ બુક કરવામાં આવી છે. લગ્નના મોટાભાગના મહેમાનો 23 સપ્ટેમ્બરે જ ઉદયપુર પહોંચશે. પરિવારના સભ્યો 22 સપ્ટેમ્બરે જ ઉદયપુર પહોંચશે. હોટેલના રિસેપ્શન મેનૂમાં મોટાભાગે પંજાબી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈટાલિયન અને ફ્રેન્ચ વાનગીઓ પણ રાખવામાં આવી છે.

 

 

રાજાઓ અને રજવાડાઓના રાજ્યોમાં મહેમાનોનું સ્વાગત કરવાની વિશેષ પરંપરા છે. રાઘવ અને પરિણીતીને તેના લગ્નમાં આવકારવા માટે ભારત સહિત અન્ય 2-3 દેશોમાંથી ખાસ ફૂલો મગાવવામાં આવ્યા છે. લગ્નમાં આવનાર મહેમાનોનું રાજાઓ અને સમ્રાટોની જેમ ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને તેમના પર ફૂલોની વર્ષા કરવામાં આવશે.

 

આ પહેલા તેમના લગ્નનું રિસેપ્શન અને પછી લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. રાઘવ પરિણીતીને લેવા જાન સાથે બોટમાં આવશે. 24મી સપ્ટેમ્બરે સેહરા બંધાયા બાદ રાઘવ અને લગ્નના તમામ મહેમાનો બોટમાં બેસીને હોટેલ લીલા પેલેસ પહોંચશે. આ બોટને મેવાડી સંસ્કૃતિ પ્રમાણે શણગારવામાં આવશે. પરિણીતી અને રાઘવના પરિવારજનો 2 અલગ-અલગ હોટલમાં રોકાશે. રાઘવનો પરિવાર તાજ લેક પેલેસમાં રહેશે જ્યારે પરિણીતિનો પરિવાર હોટેલ લીલામાં રહેશે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!