Dark Mode
Image
  • Wednesday, 15 May 2024

ઓનલાઇન સ્પોર્ટ્સ ગેમ ડ્રીમ 11માં રમીને કરોડપતિ બન્યા બાદ પુણેના પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો

ઓનલાઇન સ્પોર્ટ્સ ગેમ ડ્રીમ 11માં રમીને કરોડપતિ બન્યા બાદ પુણેના પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો

ઓનલાઈન ફેન્ટસી સ્પોર્ટ્સ ગેમ ડ્રીમ 11 રમીને કરોડપતિ બનેલા પુણે પોલીસના સબ ઇન્સ્પેક્ટર સોમનાથ ઝેંડેને પોલીસ વિભાગની છબી ખરડાવવાના મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

 

પુણે પોલીસના સસ્પેન્ડ સબ-ઇન્સ્પેક્ટર સોમનાથ ઝેંડેને પોલીસ વિભાગની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

 

ઓનલાઇન ગેમ ડ્રીમ11માં 1.5 કરોડ રૂપિયા જીતીને કરોડપતિ બનેલા પુણે પોલીસના એક સબ-ઇન્સ્પેક્ટરને સત્તાવાળાઓએ સસ્પેન્ડ કરી દીધા છે. પુણેની પિંપરી-ચિંચવાડ પોલીસે તેની સામે ગેરવર્તન અને પોલીસ વિભાગની છબી ખરડાવાના આરોપસર કાર્યવાહી કરી હતી.

 

સોમનાથ ઝેંડે નામના સબ ઈન્સ્પેક્ટરે લોકપ્રિય ઓનલાઈન ગેમ ડ્રીમ-11માં તગડી રકમ મેળવી હતી અને આ વાત ઝડપથી ફેલાઈ જતાં પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોઢામોઢ વાતો અને તેના આચરણ અંગેની ચિંતા બાદ પિંપરી-ચિંચવાડ પોલીસે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા.

 

 

ભારતમાં આયોજિત ક્રિકેટ વર્લ્ડ કપ જોરશોરથી વાતો થયી રહી છે. વિવિધ ઓનલાઇન ગેમિંગ એપ્લિકેશનો પર ઓનલાઇન સટ્ટો પણ ઉગ્ર છે. મહારાષ્ટ્રમાં પુણે પોલીસના સબ-ઇન્સ્પેક્ટર એવા સોમનાથ જેંડેએ ઇંગ્લેન્ડ-બાંગ્લાદેશની મેચ દરમિયાન દોઢ કરોડ રૂપિયા જીતીને ઘણી હેડલાઇન્સ બનાવી હતી. સવા કરોડની ઈનામી રકમ, હેડલાઈન્સ અને પ્રશંસા બાદ સોમનાથને મોટો ઝટકો લાગ્યો છે.

 

તપાસમાં બહાર આવ્યું છે કે ઝેંડે પરવાનગી વિના ઓનલાઇન ગેમ રમ્યો હતો અને તેણે પોલીસનો ગણવેશ પહેરીને મીડિયા ઇન્ટરવ્યુ આપ્યા હોવાના અહેવાલ છે. ત્યાર બાદ તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

 

 

તપાસનું નેતૃત્વ કરનારા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, સ્વપ્ના ગોરેએ જણાવ્યું હતું કે, "તપાસ પછી, એવું જાણવા મળ્યું હતું કે તેણે પરવાનગી વિના ડ્રીમ 11 ગેમ રમી હતી, જેના કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ અન્ય પોલીસ કર્મચારીઓને યાદ અપાવે છે કે તેઓએ આ જ રીતે ઓનલાઇન રમતો રમવાનું ટાળવું જોઈએ, કારણ કે તેઓ પણ શિસ્તભંગના પગલાંનો સામનો કરી શકે છે. "

 

 

હવે જેંડે ખાતાકીય તપાસમાં પોતાનું નિવેદન રજૂ કરશે, એમ પોલીસે જણાવ્યું હતું.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!