Dark Mode
Image
  • Friday, 17 May 2024

તપાસ એજન્સી ઇડીએ હવાલા ઓપરેટર કેસમાં 55 કરોડની 10 મિલકતો જપ્ત કરી

તપાસ એજન્સી ઇડીએ હવાલા ઓપરેટર કેસમાં 55 કરોડની 10 મિલકતો જપ્ત કરી

દુબઈ સ્થિત હવાલા ઓપરેટર પંકજ કપૂર, હીરાના વેપારી વિજેન ગિરીશચંદ્ર ઝવેરી અને તેમના પરિવારના સભ્યોની દસ સ્થાવર મિલકતોને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કામચલાઉ ધોરણે ટાંચમાં લેવામાં આવી હતી.

 

ઇડીની તપાસમાં બહાર આવ્યું છે કે 58.14 કરોડ રૂપિયા અને 2.81 કરોડ રૂપિયાના ગુનાની આવક યુએઈ અને હોંગકોંગમાં પંકજ કપુર અને વિજેન ગિરીશચંદ્ર ઝવેરીને મળી હતી.

 

 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સુરત સ્થિત હવાલા ઓપરેટર અફરોઝ ફટ્ટા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના કેસમાં દુબઇ સ્થિત હવાલા ઓપરેટર પંકજ કપૂર, હીરાના વેપારી વિજેન ગિરીશચંદ્ર ઝવેરી અને તેમના પરિવારના સભ્યોના નામે અંદાજે રૂ.55.17 કરોડની દસ સ્થાવર મિલકતોને કામચલાઉ ધોરણે ટાંચમાં લીધી છે.

 

તપાસ એજન્સીએ સુરતમાં આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અને સુરત પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરએ ડિસ્ટ્રિબ્યુટર્સ પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય આઠ કંપનીઓએ બનાવટી બિલ ઓફ એન્ટ્રી (બીઓઈ) રજૂ કર્યા હતા અને યુએઈ સ્થિત ત્રણ અને પંદર હોંગકોંગ સ્થિત કંપનીઓને ભંડોળ મોકલ્યું હતું.

 

તપાસમાં બહાર આવ્યું છે કે ગુનાની રૂ.58.14 કરોડ અને રૂ.2.81 કરોડની આવક યુએઇ અને હોંગકોંગમાં અનુક્રમે પંકજ કપૂર અને વિજેન ગિરીશચંદ્ર ઝવેરીને મળી હતી.

 

 

ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મુંબઇ સ્થિત હીરા વેપારી મદનલાલ જૈન અને અફરોઝ ફટ્ટા દ્વારા બનાવટી બીઓઇ અને દસ્તાવેજોના આધારે નિયંત્રિત અને સંચાલિત કંપનીઓમાંથી ગુનાની આવક વિદેશમાં મોકલવામાં આવી હતી.

 

પંકજ કપુર, વિજેન ગિરીશચંદ્ર ઝવેરી અને તેમના પરિવારના સભ્યોની દસ સ્થાવર મિલકતોને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002ની કલમ 5 હેઠળ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાના આરોપસર કામચલાઉ ધોરણે ટાંચમાં લેવામાં આવી છે, એમ તેમાં ઉમેરવામાં આવ્યું હતું.

 

આ કિસ્સામાં, ઇડીએ 60 કરોડ રૂપિયાની સંપત્તિઓને ટાંચમાં લેતા નવ કામચલાઉ જોડાણ આદેશો જારી કરી દીધા છે. આ કેસમાં અત્યાર સુધીમાં જોડાયેલ જંગમ અને સ્થાવર મિલકતોની કુલ કિંમત ૧૧૫ કરોડ રૂપિયા છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!