Dark Mode
Image
  • Thursday, 16 May 2024

તાઈવાનમાં શક્તિશાળી વાવાઝોડું "કોઈનુ" ત્રાટક્યું, સ્કૂલ-કોલેજ બંધ રાખવા નિર્ણય, તમામ ફ્લાઈટ્સ રદ

તાઈવાનમાં શક્તિશાળી વાવાઝોડું

તાઈવાનમાં કોઈનુ નામનું શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્તા ભારે તબાહી મચાવી. પશ્ચિમી પ્રશાંત બેસિનમાં ઉદભવેલા આ શક્તિશાળી તોફાનને પહોંચી વળવા તાઈવાનની સરકારે લોકોને સાવચેત કર્યા. તેમજ વાવાઝોડાની અસરને પહોંચી વળવા તૈયારીઓ કરી છે.

 

વાવાઝોડાને પગલે તાઈવાન સરકારે તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય દેશની શાળાઓ અને કોલેજોને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. આ વાવાઝોડાને કારણે તાઈવાનમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો છે. તાઈવાન સિવાય આ તોફાનની અસર ફિલિપીન્સના ઉત્તર અને દક્ષિણ-પૂર્વ ચીનમાં જોવા મળી છે.

 

 

વાવાઝોડાને કારણે તાઈવાન સરકારે લોકોને દરિયા કિનારેથી દૂર રહેવા સૂચના આપી છે. તેમજ લોકોને ઘરોની અંદર રહેવા કહ્યું. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળો પર લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારે પવનને કારણે તાઈવાનની 87 સ્થાનિક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે 25 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદને પગલે કેટલાક વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાયી થયા છે.

તાઈવાનના દૂરના પેંગુ, ઓર્કિડ અને ગ્રીન ટાપુઓએ વાવાઝોડાને કારણે ખરાબ હવામાનની આશંકાથી શાળા અને ઓફિસ બંધ કરવાની જાહેરાત કરી છે.

તાઈવાનમાં શક્તિશાળી વાવાઝોડું

તાઈવાનના દક્ષિણ છેડે પહોંચતા આ વાવાઝોડું નબળું પડવાની શક્યતા છે. આ ચક્રવાત સાઓલા જેવું જ છે, જેણે ગયા મહિને ટ્રાફિક વિક્ષેપ અને શાળાઓ બંધ કરી દીધી હતી. ફિલિપાઈન્સમાં જુલાઈમાં ડોકસુરી નામનું વાવાઝોડાને કારણે અનેક લોકોના મોત થયા હતા.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!