Dark Mode
Image
  • Tuesday, 21 May 2024

ગુજરાત રાજ્યમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા સામે રહેશે પોલીસની બાજ નજર: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગુજરાત રાજ્યમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા સામે રહેશે પોલીસની બાજ નજર: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગુજરાત રાજ્યમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા થશે બંધ, પોલીસ કમિશનરને ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આપશે સૂચના.

 

ગુજરાત રાજ્યના અનેક શહેરોમાં સ્પા સેન્ટરનો રાડો એટલી હદે ફાટી નીકળ્યો છે કે દર એકાદ બે બિલ્ડિંગ છોડીને સ્પા સેન્ટર આસાનીથી મળી જાય છે. મસાજ અને રિલેક્સ કરી આપવાનાં નામ પર સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે. અનેક શહેરોમાં દેહવ્યાપારના ગોરખધંધા સાથે સ્પા સેન્ટરમાં દારૂ પાર્ટી તેમજ ડ્રગ્સ પાર્ટી પણ યોજાય છે જેનો પર્દાફાશ અનેક વખત થયો છે ગુજરાત રાજ્યમાં ચાલતા સ્પા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક સૂચના આપી છે.

 

  • સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા થશે બંધ
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સ્પા મામલે નિવેદન
  • પોલીસ વિભાગ ગેરકાયદે પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરશે 

ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરવા પોલીસ મજબૂતાઈથી કરશે કામઃ હર્ષ સંઘવી

 

 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ મામલે રાજ્યનું પોલીસ વિભાગ ખૂબ ગંભીરતાથી કામગીરી કરી રહ્યું છે. હર્ષ સંઘવી કહ્યું હું આપને વિશ્વાસ અપાવું છું કે આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિને સંપૂર્ણ દૂર કરવા માટે રાજ્યની પોલીસ હંમેશા મજબૂતાઈથી કામગીરી કરશે.

 


અમદાવાદમાં આઈલેન્ડ પાર્ક હોટલમાંથી ઝડપાયો હતો દેહ વ્યાપાર



અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર સ્પાના માલિકે યુવતીને માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ આ ઘટના હાલ ટોક ઓફ ધ ટાઉન બની હતી. અમદાવાદ પોલીસ પણ એકાએક એક્શન મોડ પર આવી ગઈ છે. અમદાવાદ પોલીસે દેહ વ્યાપાર ચલાવતા દલાલો વિરુદ્ધ કાયદાકીય સકંજો કસવાનું શરૂ કરી દીધું છે.

 


અમદાવાદ બોડકદેવ પોલીસે બે દિવસ અગાઉ એસ.જી હાઈવે પર આવેલા થલતેજ ગુરુદ્વારા પાસેની આઈલેન્ડ હોટલમાં દરોડા પાડીને દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો હતો. અમદાવાદ પોલીસે હોટલના મેનેજર સહિત બે લોકોની ધરપકડ ગઈ હતી. જ્યારે દલાલ નાસી છૂટ્યો હતો.

 


અમદાવાદના સ્પા સંચાલકનો વીડિયો થયો હતો વાયરલ

 

 

તાજેતરમાં જ અમદાવાદના સ્પા સંચાલકનો મહિલાને ઢોર માર મારતો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ પોલીસ દ્વારા સ્પા સંચાલક મોહસીનની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદમાં બોડકદેવમાં ધ ગેલેક્સી સ્પા બહાર યુવતીને માર મારનાર મોહસીનને આખરે પોલીસે ઝડપી લીધો હતો. આરોપીએ મોહસીન રંગરેજે સિંધુભવન પાસે ધ ગેલેક્સી સ્પા બહાર યુવતીને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. ગત 25 સપ્ટેમ્બરે રાત્રે 3થી 3.30ની આસપાસ આ બનાવ બન્યો હતો.

 


ફરાર આરોપીની પોલીસે કરી હતી ધરપકડ

 

 

અમદાવાદમાં આરોપી સ્પા સંચાલકએ સ્પામાં ભાગીદાર યુવતીને માર માર્યાના CCTV સામે આવ્યા હતા. આરોપી બે દિવસથી કારમાં અસલાલી, આણંદના ભાલેજ અને અમદાવાદમાં ફરતો હોવાનુ બહાર આવ્યું હતું. તેવામાં બે દિવસ બાદ આરોપી ગુરુદ્વારા નજીક આવ્યો હતો જ્યાંથી પોલીસે તેને દબોચી લીધો હતો.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!