Dark Mode
Image
  • Sunday, 19 May 2024

PM મોદીને મળ્યું ભૂતાનના સર્વોચ્ચ નાગરિકનું સન્માન, પીએમ મોદીએ કહ્યું ભારતીય તરીકે મારા જીવનનો મોટો દિવસ

PM મોદીને મળ્યું ભૂતાનના સર્વોચ્ચ નાગરિકનું સન્માન, પીએમ મોદીએ કહ્યું ભારતીય તરીકે મારા જીવનનો મોટો દિવસ

ભૂટાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું છે. આ રીતે, તેઓ ભૂટાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનાર પ્રથમ વિદેશી સરકારના વડા બન્યા છે. ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે પીએમ મોદીને 'ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો'થી સન્માનિત કર્યા. પીએમ મોદીએ આ સન્માન માટે આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેઓ આ સન્માન 140 કરોડ ભારતીયોને સમર્પિત કરે છે.

 

 

-- પીએમ મોદીએ યાદ કરી 2014ની ભૂતાન મુલાકાત :- સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત થયા બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, 'આજનો દિવસ એક ભારતીય તરીકે મારા જીવનનો એક મોટો દિવસ છે. તમે મને ભૂટાનના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા છે. દરેક પુરસ્કાર પોતાનામાં વિશેષ હોય છે, પરંતુ જ્યારે કોઈ અન્ય દેશ તરફથી એવોર્ડ મળે છે, ત્યારે તે આત્મવિશ્વાસ મજબૂત કરે છે કે આપણા બંને દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યા છે. ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધો જેટલા પ્રાચીન છે એટલા જ નવા અને સમકાલીન પણ છે. 2014માં જ્યારે હું ભારતનો વડાપ્રધાન બન્યો ત્યારે મારી પ્રથમ વિદેશ મુલાકાત તરીકે ભૂતાનની મુલાકાત લેવી સ્વાભાવિક હતું. 10 વર્ષ પહેલા ભૂટાન દ્વારા આપવામાં આવેલ સ્વાગત અને ઉષ્માએ વડાપ્રધાન તરીકે મારી ફરજ મુલાકાતની શરૂઆતને યાદગાર બનાવી દીધી હતી.

 

 

-- 45 કિલોમીટર લાંબા રુટને ભારત-ભૂતાનના ધ્વજથી શણગારાયો :- PM મોદી શુક્રવારે બે દિવસની સરકારી મુલાકાતે ભૂટાનની રાજધાની થિમ્પુ પહોંચ્યા હતા. અહીં પારો એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનું એરપોર્ટ પર ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગેએ સ્વાગત કર્યું હતું. પારો ઈન્ટરનેશનલ એરપોર્ટથી થિમ્પુ સુધીના 45 કિમી લાંબા રૂટને ભારત અને ભૂટાનના ધ્વજથી શણગારવામાં આવ્યો હતો અને રૂટની બંને બાજુએ ઉભેલા ભૂટાની લોકોએ વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રાજધાનીમાં પીએમ મોદીના સન્માનમાં આયોજિત કાર્યક્રમોમાં ઘણી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ આપવામાં આવી હતી, જેમાં સૌથી મહત્વપૂર્ણ ગરબા પ્રેઝન્ટેશન હતું, જેના ગીતના શબ્દો ખુદ પીએમ મોદીએ લખ્યા છે..

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!