Dark Mode
Image
  • Thursday, 09 May 2024

પાકિસ્તાને અમેરિકાના હથિયારો વેચ્યા, બદલામાં IMFએ પાકિસ્તાને બેલઆઉટ પેકેજ આપ્યું | Pakistan sells US weapons, In return, the IMF gave a bailout package to Pakistan

પાકિસ્તાને અમેરિકાના હથિયારો વેચ્યા, બદલામાં IMFએ પાકિસ્તાને બેલઆઉટ પેકેજ આપ્યું | Pakistan sells US weapons, In return, the IMF gave a bailout package to Pakistan

પાકિસ્તાને અમેરિકાના હથિયારો વેચ્યા, બદલામાં IMFએ પાકિસ્તાને બેલઆઉટ પેકેજ આપ્યું, આ દાવાને પાકિસ્તાને ફગાવ્યો

 

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને યુક્રેનને સપ્લાય કરવા માટે ગુપ્તચર ડીલ હેઠળ અમેરિકાને હથિયારો વેચ્યા હતા. તેના બદલામાં IMFએ આર્થિક સંકટથી ઘેરાયેલા પાકિસ્તાનને બેલઆઉટ પેકેજ આપ્યું છે. રિપોર્ટમાં પોતાના દાવાના સમર્થનમાં પાકિસ્તાન અને અમેરિકા સરકારના દસ્તાવેજોને ટાંકવામાં આવ્યા છે. જો કે પાકિસ્તાન સરકારે આ આરોપોને ફગાવ્યા છે.

 

 

શું છે રિપોર્ટમાં?

 


એક ઓનલાઈન ઈન્વેસ્ટિગેટિવ વેબસાઈટના અહેવાલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ડીલ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે યુક્રેનની સેનાના ઉપયોગ માટે કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર અમેરિકાએ કથિત રીતે આ ડીલ માટે પાકિસ્તાન પર દબાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને IMF તરફથી 3 અબજ ડોલરનું બેલઆઉટ પેકેજ મળ્યું છે. રિપોર્ટ મુજબ, પાકિસ્તાને આ ડીલ અમેરિકન દબાણ હેઠળ IMF પાસેથી આ બેલઆઉટ પેકેજ મેળવવા માટે કરી હતી. જો કે, પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે રિપોર્ટમાં કરાયેલા દાવાઓને ફગાવી દીધા હતા. ઝહરા બલોચે આરોપોને પાયાવિહોણા અને બનાવટી ગણાવ્યા.

 

પાકિસ્તાને આરોપોને ફગાવી દીધા

 


બલોચે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધમાં પાકિસ્તાનની નીતિ કડક રીતે તટસ્થ રહેવાની છે અને તેણે કોઈપણ દેશને શસ્ત્રો કે દારૂગોળો પૂરો પાડ્યો નથી. પાકિસ્તાનમાં હથિયારોની નિકાસ માટે કડક નિયમો છે. ઉલ્લેખનીય છે કે જુલાઈમાં યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબા પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. તે દરમિયાન કુલેબાએ પાકિસ્તાન દ્વારા યુક્રેનને હથિયાર સપ્લાય કરવાના સમાચારને ફગાવી દીધા હતા. પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પણ આ આરોપોને ફગાવી દીધા હતા.

 

 

એવા પણ અહેવાલ હતા કે પાકિસ્તાને હથિયારોના વેચાણ માટે વોર્સોમાં એક પેઢી પણ સ્થાપી છે. એપ્રિલમાં એક ઈન્ટરવ્યુમાં યુક્રેનના ટોચના કમાન્ડરે કહ્યું હતું કે તેમને પાકિસ્તાન સહિત ઘણા દેશો પાસેથી હથિયારો મળ્યા છે, પરંતુ યુક્રેન સરકારે આ વાતને નકારી કાઢી હતી. ગયા વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. ત્યારથી પાકિસ્તાન રશિયા અને અમેરિકા વચ્ચે સંતુલન બનાવવાની કોશિશ કરી રહ્યું છે. જો કે, તાજેતરના અહેવાલો અનુસાર, સ્પષ્ટ લાગે છે કે પાકિસ્તાન અમેરિકન દબાણને વશ થઈ ગયું છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!