Dark Mode
Image
  • Sunday, 19 May 2024

વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન I.N.D.I.A ગઠબંધન બનતાની સાથે જ હોબાળો શરૂ!, બેઠકોને લઈને લડાઈ

વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન I.N.D.I.A ગઠબંધન બનતાની સાથે જ હોબાળો શરૂ!, બેઠકોને લઈને લડાઈ

ભારત ગઠબંધન બનતાની સાથે જ હોબાળો શરૂ! ડાબેરીઓ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં કોંગ્રેસ પાસેથી બેઠકો માગી

 

લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન I.N.D.I.A.ની બેઠકોને લઈને લડાઈ શર. ગઠબંધનમાં સામેલ ડાબેરી પક્ષોએ આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે બેઠકો માગી છે. સીપીઆઈ અને સીપીઆઈએમ વતી મુંબઈની બેઠકમાં કોંગ્રેસ સમક્ષ આ માગ કરવામાં આવી છે.

 

સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી.રાજાએ જણાવ્યું કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણામાં યોજાનારી ચૂંટણીમાં બેઠકોને લઈને વાત થઈ છે. સીપીઆઈ અને સીપીઆઈએમ વતી મુંબઈમાં વિપક્ષી પાર્ટીઓની બેઠક દરમિયાન કોંગ્રેસ સમક્ષ તેમની માગ રાખવામાં આવી છે. જો કે કોંગ્રેસ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

 

 

ઉલ્લેખનીય છે કે વિપક્ષી ગઠબંધ I.N.D.I.A. જોડાણની ત્રીજી બેઠક મુંબઈની હયાત હોટલમાં યોજાઈ હતી. આ બેઠકમાં વિપક્ષની 14 સભ્યોની સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ તરફથી કેસી વેણુગોપાલ, એનસીપીમાંથી શરદ પવાર, ડીએમકેમાંથી એમકે સ્ટાલિન, શિવસેના (યુબીટી) તરફથી સંજય રાઉત, આરજેડીમાંથી તેજસ્વી યાદવ, ટીએમસીમાંથી અભિષેક બેનર્જી, આપ તરફથી રાઘવ ચઢ્ઢા, સપામાંથી જાવેદ ખાન, લલ્લન સિંહ, એચ. હેમંત સોરેન, ડી રાજા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી.

 


બેઠકની વહેંચણી અંગે ચર્ચા થશે


આ બેઠક બાદ કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, "વિવિધ રાજ્યોમાં બેઠકોની વહેંચણી અંગેની ચર્ચા તરત જ શરૂ કરવામાં આવશે અને તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. દેશના વિવિધ ભાગોમાં જાહેર સભાઓનું આયોજન કરવામાં આવશે." અલગ અલગ ભાષાઓ પર 'જુડેગા ભારત, જીતેગા ઈન્ડિયા'ની થીમ પર વિપક્ષી ગઠબંધન ચૂંટણી લડશે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!