Dark Mode
Image
  • Thursday, 16 May 2024

Oppoએ નવો બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન કર્યો લોન્ચ : મળશે સુપરફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને 50MPનો કેમેરો

Oppoએ નવો બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન કર્યો લોન્ચ : મળશે સુપરફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને 50MPનો કેમેરો

Oppoએ પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જે બજેટ સેગમેન્ટમાં આવે છે. કંપનીનો નવો હેન્ડસેટ એ-સિરીઝનો એક ભાગ છે. આ ફોનમાં કંપનીએ 50MP મુખ્ય લેન્સ સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપ્યું છે. આમાં કંપનીએ 5000mAh બેટરી આપી છે. આ ડિવાઈસ માત્ર એક કોન્ફિગરેશમાં આવે છે. ચાલો જાણીએ ફોનની ડિટેલ્ડ સ્પેસિફિકેશન્સ.

 

Oppoએ ભારતીય માર્કેટમાં નવો સ્માર્ટફોન Oppo A38 લૉન્ચ કર્યો છે. આ ફોન કંપનીની બજેટ સિરીઝનો એક ભાગ છે. આમાં તમને 6.56-ઈંચની મોટી સ્ક્રીન, ડ્યુઅલ રીઅર કેમેરા અને હાઈ કેપેસિટી બેટરી મળે છે. થોડા દિવસો પહેલા જ કંપનીએ આ ફોનને UAEમાં લોન્ચ કર્યો હતો. કંપનીએ Oppo A38ને 2 કલર વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. ચાલો જાણીએ તેની વિગતો.

Oppo A38 કિંમત :- Oppoએ આ સ્માર્ટફોનને ગ્લોઈંગ બ્લેક અને ગ્લોઈંગ ગોલ્ડ કલરમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન માત્ર એક કોન્ફિગરેશન 4GB RAM + 128GB સ્ટોરેજમાં આવે છે. Oppo A38નું આ વેરિઅન્ટ 12,999 રૂપિયામાં આવે છે. તમે હાલમાં આ હેન્ડસેટ પ્રી-ઓર્ડર કરી શકો છો. ફોનનું વેચાણ 13 સપ્ટેમ્બરે ફ્લિપકાર્ટ અને ઓપ્પોની ઓફિશિયલ વેબસાઈટ પર થશે.

 

શું છે સ્પેસિફિકેશન્સ? : Oppo A38માં 6.56-ઈન્ચની HD+ LCD ડિસ્પ્લે છે. સ્ક્રીન 90Hz રિફ્રેશ રેટ અને 720 Nitsની પીક બ્રાઈટનેસ સાથે આવે છે. ડ્યુઅલ સિમ સપોર્ટ ધરાવતો આ સ્માર્ટફોન Android 13 પર આધારિત Color OS 13.1 પર કામ કરશે. આ ફોનમાં MediaTek Helio G85 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ મોબાઈલ 4GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે. તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જેનો પ્રાઈમરી લેન્સ 50MP છે. બીજો લેન્સ 2MPનો છે. કંપનીએ ફ્રન્ટમાં 5MP સેલ્ફી કેમેરો આપ્યો છે. મોબાઈલના પાવર માટે, 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 33W SuperVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે. સુરક્ષા માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. તેમાં ફેસ રેકગ્નિશન એટલે કે ફેસ લોકની સુવિધા પણ છે. તેમાં USB Type-C ચાર્જિંગ પોર્ટ, 3.5mm ઓડિયો જેક, બ્લૂટૂથ અને અન્ય કનેક્ટિવિટી ફીચર્સ છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!