Dark Mode
Image
  • Wednesday, 08 May 2024

રશિયાનો ફરી યુક્રેનના લ્વીવ શહેર પર હુમલો કરતા 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત, હુમલાને કારણે ભારે નુકસાન | Russia's attack on ukraine's city of Lviv again causes heavy damage

રશિયાનો ફરી યુક્રેનના લ્વીવ શહેર પર હુમલો કરતા 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત, હુમલાને કારણે ભારે નુકસાન | Russia's attack on ukraine's city of Lviv again causes heavy damage

રશિયાનો ફરી યુક્રેનના લ્વીવ શહેર પર હુમલો કરતા 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત, હુમલાને કારણે ભારે નુકસાન

 

રશિયા અને યુ્ક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ થમવાનું નામ નથી લઈ રહી. આ વચ્ચે પશ્ચિમ યુક્રેનના શહેર લ્વિવમાં વિસ્ફોટક હુમલો કરવામાં આવ્યો. યુક્રેનના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. જો કે આ હુમલા અંગે રશિયા તરફથી હજુ સુધી કોઈ પ્રક્રિયા આવી નથી.

 

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ફરી એકવાર પશ્ચિમ યુક્રેનનું લ્વિવ શહેર વિસ્ફોટોથી હચમચી ગયું હતું. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયન હવાઈ હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો અને એક ઔદ્યોગિક વેરહાઉસમાં પણ ભીષણ આગ લાગી હતી.

 

 

"લ્વીવમાં હુમલા બાદ એક મહિલા અને એક પુરૂષ કાટમાળ નીચે મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ મહિલાને કોઈ ઈજા થઈ નથી, પરંતુ એક વ્યક્તિ ગંભીર હાલતમાં છે," લ્વિવ પ્રદેશના ગવર્નર મેક્સિમ કોઝિત્સ્કીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. જો કે, હુમલાની ક્ષમતા અને તેમાં થયેલા નુકસાનની તાત્કાલિક જાણ થઈ શકી નથી. હાલમાં, રશિયા તરફથી આ હુમલા અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. લ્વિવ શહેરના મેયર આન્દ્રે સડોવીએ જણાવ્યું હતું કે લગભગ ત્રણ કલાક પછી બપોરે વિસ્તાર માટે હવાઈ હુમલાની ચેતવણી હટાવી લેવામાં આવી હતી.

 

 

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સકીએ એક દિવસ પહેલા જ મોટો દાવો કર્યો હતો કે યુક્રેનિયન સેનાએ બખ્મુતના દક્ષિણ કિનારે સ્થિત ક્લિશ્ચિવકા ગામને રશિયન કબજામાંથી ફરીથી કબજે કરી લીધું છે. નોંધનીય છે કે જે ગામ પર કબજો કરવાનો દાવો કરવામાં આવ્યો છે તે ગામમાં યુદ્ધ પહેલા 400 લોકોની વસ્તી હતી. ઉલ્લેખનીય છે કે રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર હુમલો કર્યો હતો, ત્યારબાદ રશિયાએ યુક્રેનના ઘણા શહેરો પર કબજો કર્યો હતો. જો કે દોઢ વર્ષથી વધુ સમય વીતી જવા છતાં યુદ્ધને લઈને કોઈ ઉકેલ આવ્યો નથી. યુદ્ધને કારણે યુક્રેનમાં મોટા પાયે નુકસાન થયું છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!