Dark Mode
Image
  • Sunday, 12 May 2024

હવે ન્યાયતંત્રમાં અનામતની NCPના નેતા જિતેન્દ્ર આવ્હાડેએ ઈચ્છા કરી વ્યક્ત

હવે ન્યાયતંત્રમાં અનામતની NCPના નેતા જિતેન્દ્ર આવ્હાડેએ ઈચ્છા કરી વ્યક્ત

મુંબઈ : દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી મામલે રાજકારણ ગરમાયું છે. દરમિયાન મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથના એનસીપીના નેતા જિતેન્દ્ર આવ્હાડેએ જાતિવાદનો મુદ્દો ઉભો કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. એનસીપીના નેતાએ ન્યાયતંત્રમાં પણ અનામત હોવુ જોઈએ તેવુ નિવેદન કરતા વિવાદ ઉભો થયો છે. એનસીપીના નેતા જિતેન્દ્ર આવ્હાડે અગાઉ પણ ભગવાન શ્રી રામજીના મુદ્દે અયોગ્ય નિવેદન કરવા વિવાદ ઉભો થયો હતો. જો કે, બાદમાં વિવાદ વકરતા તેમણે માફી માંગી હતી. હવે ફરી એકવાર ન્યાયતંત્રમાં અનામત મામલે નિવેદન કરતા વિવાદ વકરવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

 

 

શરદ પવાર જૂથના NCP નેતા જિતેન્દ્ર આવ્હાડેએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, 'મને આજે દુઃખ થાય છે કે, બાબા સાહેબ આંબેડકરે ન્યાયતંત્રમાં પણ અનામત રાખવી જોઈતી હતી. હું આના પર વાત નહીં કરું કારણ કે તેનાથી વિવાદ થઈ શકે છે. પરંતુ કેટલાક નિર્ણયોમાંથી આપણને જાતિવાદની ગંધ આવે છે. ન્યાયતંત્ર પાસેથી આ અપેક્ષા નથી. તેણે નિષ્પક્ષ રહેવું જોઈએ અને જાતિવાદથી દૂર રહેવું જોઈએ. બંધારણમાં આની અપેક્ષા હતી, પરંતુ શું આવું થઈ રહ્યું છે?.

 

 

-- ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે આપેલો નિર્ણય દિલ્હીમાં ટાઈપ થયાનો કર્યો હતો આક્ષેપ :- આવ્હાડે નાગપુરમાં એક કાર્યક્રમમાં આરોપ લગાવ્યો હતો કે, મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે આપેલો નિર્ણય દિલ્હીમાં ટાઈપ કરવામાં આવ્યો હતો. આવ્હાડે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપ રાજકીય લાભ માટે ભગવાન રામના નામનો ઉપયોગ કરી રહી છે. આ પહેલા પણ જિતેન્દ્ર આવ્હાડના એક નિવેદન પર જોરદાર વિવાદ થયો હતો. આવ્હાડે ભગવાન રામને માંસાહારી ગણાવ્યા હતા, જેના પર લોકોએ આવ્હાડની આકરી ટીકા કરી હતી. વિવાદ વધતા જ આવ્હાદે પોતાના નિવેદન બદલ માફી પણ માંગી હતી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!