Dark Mode
Image
  • Saturday, 04 May 2024

કન્નૌજ બેઠક પરથી હવે ખુદ અખિલેશ લડશે ચૂંટણી, તેજ પ્રતાપને હટાવાયા

કન્નૌજ બેઠક પરથી હવે ખુદ અખિલેશ લડશે ચૂંટણી, તેજ પ્રતાપને હટાવાયા

આખરે જેવી ચર્ચા હતી તેવું જ થયું છે. સમાજવાદી પાર્ટીએ કન્નૌજ બેઠક પરથી તેજ પ્રતાપ યાદવને હટાવી દીધા છે.. હવે ખુદ અખિલેશ આ બેઠક પરથી ચૂંટણી લડશે. સપાના વરિષ્ઠ નેતા રામ ગોપાલ યાદવે જાહેરાત કરી છે કે અખિલેશ યાદવ કન્નૌજથી લોકસભા ચૂંટણી લડશે. તેમણે કહ્યું, "પાર્ટીમાં કોઈ મૂંઝવણ નથી. હવે સ્પષ્ટ છે કે અખિલેશ યાદવ ચૂંટણી લડવા જઈ રહ્યા છે."

 

અખિલેશ યાદવે ટિકિટ કાપવાની અને બદલવાની નીતિમાં તમામ રાજકીય દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. સપાએ 4 બેઠકો પર બે વખત ઉમેદવારો બદલ્યા. જેમાં ગૌતમ બુદ્ધ નગર, મિસરિખ, મેરઠ અને બદાઉન સીટ સામેલ છે. જ્યારે 9 બેઠકો પર એકવાર ઉમેદવારો બદલવામાં આવ્યા છે. જેમાં મુરાદાબાદ, રામપુર, બિજનૌર, બાગપત, સુલતાનપુર, વારાણસી અને કન્નૌજ જેવી સીટોનો સમાવેશ થાય છે.

 

શા માટે લેવાયો આ નિર્ણય ?

 

પ્રશ્ન એ થાય કે આખરે અખિલેશ યાદવ માટે કન્નૌજ બેઠક આટલી મહત્વની કેમ છે? અને અહીંથી તેજ પ્રતાપ યાદવની એન્ટ્રીથી સપાને કેવો ખતરો દેખાય છે? અને અખિલેશ યાદવની લડાઈથી અહીં શું બદલાવ આવશે?

 

જાણકારોના મતે કન્નૌજ સીટ માટે સપાના ઉમેદવાર તેજ પ્રતાપ યાદવને બદલીને અખિલેશને ઉતારવા પાછળ ઘણા કારણો હતા. કન્નૌજ જિલ્લા એકમનું પ્રતિનિધિમંડળ લખનૌમાં અખિલેશ યાદવને મળ્યું. તેમને કહેવામાં આવ્યું હતું કે અખિલેશ યાદવ ચૂંટણી લડે તો સારું રહેશે. કારણ કે કન્નૌજના અડધા લોકો તેજ પ્રતાપને ઓળખતા પણ નથી. તેજ પ્રતાપના વ્યક્તિત્વનો કરિશ્મા ભાજપના ઉમેદવાર સુબ્રત પાઠક સામે અસરકારક રહેશે નહીં.

 


1999 થી 2019 સુધી આ બેઠક મુલાયમના પરિવાર પાસે

 

એ વાત તો જાણીતી જ છે કે 1999 થી 2019 સુધી કન્નૌજ સીટ આ પરિવાર પાસે છે. વર્ષ 1999માં મુલાયમ સિંહ યાદવ કન્નૌજ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. મુલાયમ સિંહ પછી અખિલેશ યાદવ આ બેઠક પરથી એક પેટાચૂંટણી અને બે લોકસભા ચૂંટણીમાં જીત્યા હતા. 2014માં અખિલેશે આ સીટ ડિમ્પલ યાદવને આપી હતી, જ્યાં મોદી લહેર હોવા છતાં તે આ સીટ બચાવવામાં સફળ રહી હતી, પરંતુ 2019માં સુબ્રત પાઠકે સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવને હરાવ્યા હતા.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!