Dark Mode
Image
  • Sunday, 19 May 2024

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરે તેવી શક્યતા

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરે તેવી શક્યતા

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરે તેવી શક્યતા 

 

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે આ મહિને મુલાકાત થઈ શકે. એક રિપોર્ટ મુજબ આ બેઠક રશિયાના મોસ્કોમાં યોજાશે. આ બેઠકમાં હથિયારોના સોદા પર ચર્ચા કરવામાં આવશે. અહેવાલો અનુસાર ઉત્તર કોરિયા યુક્રેન યુદ્ધ માટે રશિયાને હથિયારો સપ્લાય કરી શકે છે. આ અહેવાલો એવા સમયે આવ્યા જ્યારે અમેરિકાએ ગત અઠવાડિયે રશિયાને ઉત્તર કોરિયા સાથે ગુપ્ત વાતચીતને લઈ ચેતવણી આપી હતી.

 

 

ઉત્તર કોરિયા આ ડીલ માટે ઉત્સુક


અમેરિકાના નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિયન વોટસને કહ્યું કે અમે પહેલાથી જ જાહેરમાં ચેતવણી આપી છે કે રશિયા અને ડીપીઆરકે વચ્ચે હથિયારોના સોદા પર વાતચીત ચાલી રહી છે. હકીકતમાં રશિયા ઉત્તર કોરિયા પાસેથી લાંબા અંતરની મિસાઈલ ખરીદી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નોર્થ કોરિયા પણ આ ડીલ માટે ઉત્સુક છે. આ જ કારણ છે કે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન જે સામાન્ય રીતે દેશ છોડતા નથી તે આ મહિને રશિયાની મુલાકાત લઈ શકે છે.

 

 

ગત વર્ષે પણ ઉત્તર કોરિયાએ રશિયાને હથિયારોની સપ્લાય કરી હતી


અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે ઉત્તર કોરિયાએ ગત વર્ષે રશિયાને રોકેટ અને મિસાઈલ સપ્લાઈ કરી છે. જેનો ઉપયોગ વેગનર ગ્રુપે કર્યો હતો. રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ સોઈગુએ પણ ગત મહિને ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હતી. ગયા અઠવાડિયે, યુએસ, બ્રિટેન, દક્ષિણ કોરિયા અને જાપાને સંયુક્ત રાષ્ટ્રમાં એક સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધારતી કોઈપણ ડીલ સુરક્ષા પરિષદના ઠરાવનું ઉલ્લંઘન માનવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રશિયાએ પણ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!