Dark Mode
Image
  • Sunday, 19 May 2024

1984ના રમખાણો કોઈ ન ભૂલી શકે, મોદી સરકાર આવ્યા બાદ પીડિતોને ન્યાય મળ્યો: અમિત શાહ

1984ના રમખાણો કોઈ ન ભૂલી શકે, મોદી સરકાર આવ્યા બાદ પીડિતોને ન્યાય મળ્યો: અમિત શાહ

દિલ્લીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે 1984ના શીખ વિરોધી રમખાણોના પીડિતોને મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ જ ન્યાય મળવા લાગ્યો. તેમણે કહ્યું કે રમખાણો સંબંધિત 300 કેસ ફરીથી ખોલવામાં આવ્યા અને દરેક પીડિત પરિવારને 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું.

 

અમિત શાહ દિલ્લીમાં શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે લોકોને સંબોધિત કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 1984ના રમખાણોને કોઈ ભૂલી શકે નહીં. મોદી સરકાર સત્તામાં આવી ત્યાં સુધી કોઈને સજા થઈ નથી. ઘણા તપાસ પંચો પણ બન્યા, પરંતુ કોઈ પરિણામ ન આવ્યું, પરંતુ જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવી ત્યારે તેણે SITની રચના કરી અને 300 કેસ ફરીથી ખોલવામાં આવ્યા. અમિત શાહે કહ્યું કે મોદી સરકારે રમખાણોના દોષિતોને જેલમાં મોકલવાનું શરૂ કરી દીધું છે. આ સાથે 3,328 પીડિત પરિવારોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે.

 

 

 

'હું શીખ ધર્મની ગુરુ પરંપરાને માથું નમન કરું છું' : શીખ ગુરુઓને શ્રદ્ધાંજલિ આપતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- હું મારું શિષ નમાવીને શીખ ધર્મની ગુરુ પરંપરાને નમન કરું છું. દેશ માટે નવમા ગુરુ તેગ બહાદુરનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. જ્યારે ધર્મ માટે પોતાના જીવનનું બલિદાન આપવાની વાત આવે છે, ત્યારે સાચો શીખ ક્યારેય પાછું વળીને જોતો નથી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!