Dark Mode
Image
  • Saturday, 18 May 2024

મહારાષ્ટ્રની અદાલતે રાહુલ ગાંધીને ફટકાર્યો રૂપિયા 500નો દંડ, જાણો શું છે કારણ

મહારાષ્ટ્રની અદાલતે રાહુલ ગાંધીને ફટકાર્યો રૂપિયા 500નો દંડ, જાણો શું છે કારણ

મહારાષ્ટ્રની એક અદાલતે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે..

 

પત્રકાર ગૌરી લંકેશની હત્યાના કેસમાં સંઘ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)નું નામ જોડવા બદલ સંગઠનના એક કાર્યકર્તા દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસ દાખલ કરાયો હતો.. રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા આ માનહાનિ કેસમાં લેખિત નિવેદન દાખલ કરવામાં વિલંબ કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે.. લેખિત નિવેદન દાખલ કરવામાં રાહુલ ગાંધી તરફથી 881 દિવસનો વિલંબ થયો હતો અને તેમના વકીલ નારાયણ અય્યરે આ વિલંબ માટે માફી માંગતી અરજી દાખલ કરી હતી.

 

રાહુલ ગાંધી પર 500 રૂપિયાનો દંડ

 

એડવોકેટ નારાયણ અય્યરે દલીલ કરી હતી કે તેમના અસીલ દિલ્હીમાં રહે છે અને સાંસદ હોવાને કારણે તેમને મુસાફરી કરવી પડે છે, જેના કારણે નિવેદન દાખલ કરવામાં વિલંબ થયો હતો. અય્યરે જણાવ્યું કે મેજિસ્ટ્રેટ કોર્ટે માફીની વિનંતી સ્વીકારી અને લેખિત નિવેદન સ્વીકાર્યું, પરંતુ 500 રૂપિયાનો દંડ પણ લગાવ્યો. માનહાનિનો કેસ આરએસએસ કાર્યકર વિવેક ચાંપાનેરકરે દાખલ કર્યો હતો. આ કેસની આગામી સુનાવણી 15 ફેબ્રુઆરીએ થશે.

 


રાહુલ ગાંધીની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાને પડકારતી અરજી કોર્ટે ફગાવી

 

બીજી તરફ, સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. આ સાથે સુપ્રીમ કોર્ટે અરજદાર અશોક પાંડે પર 1 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ અરજીને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણાવી.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!