Dark Mode
Image
  • Sunday, 12 May 2024

લોકસભા ચૂંટણી : ઉત્તરપ્રદેશમાં બેઠકોની ફાળવણી મામલે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે બેઠકોનો દોર શરુ

લોકસભા ચૂંટણી : ઉત્તરપ્રદેશમાં બેઠકોની ફાળવણી મામલે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે બેઠકોનો દોર શરુ

લખનૌ : ઉત્તરપ્રદેશમાં વિપક્ષી ગઠબંધન I.D.A.I.A.માં બેઠકોની ફાળવણીના મામલે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. સમાજવાદી પાર્ટી આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ગણતરીની બેઠકો ફાળવવા તૈયાર છે, જ્યારે કોંગ્રેસ વધારે બેઠકો ઉપરથી પોતાના ઉમેદવારોને મેદાનમાં આતારવા માંગે છે. જેના પગલે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન લોકસભા ચૂંટણીની ઉત્તરપ્રદેશની બેઠકોની ફાળવણીના મામલે આજે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી. જેમાં લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. જો કે, હજુ સુધી બેઠકોની ફાળવણીને લઈને કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી.

 

 

કોંગ્રેસની રાષ્ટ્રીય સમિતિએ દિલ્હીમાં સમાજવાદી પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક નજીક 2 કલાક ચાલી હતી. બેઠકો પછી બંને જપાર્ટીઓના નિવેદનો સામે આવ્યા છે. સમાજવાદી પાર્ટીના સાસંદ રામગોપાલ યાદવે કહ્યું કે અમે આડધો રસ્તો નક્કી કરી લીધો છે અને અડધો રસ્તો પણ નક્કી કરી લઈશું. બીજી તોફાની બેઠકમાં કોંગ્રેસ નેતા સલમાન ખૂર્શીદને કહ્યું કે અમે હજી એક બીજાની મહેચ્છા વ્યક્ત કરી છે. અમે વિસ્તારથી દરેક બેઠકની તુલના કરી છે . આ બેઠક કોંગ્રેસના નેતા મુકુલ વાસીનિકના આવાસ પર હતી.

 

 

વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ તથા અન્ય રાજકીય પક્ષોએ તૈયારીઓ કરી છે. બીજી તરફ વિપક્ષી દળોએ પણ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે એક ગઠબંધન બનાવ્યું છે. પરંતુ આ ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને ખેંચતાણ ચાલી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ સ્થાનિક રાજકીય પક્ષો કોંગ્રેસ કરતા જે તે રાજ્યમાં પોતાની બેઠકોની વધારે માંગણી કરી રહ્યું છે.જેના પરિણામે મામલો વધારે ગરમાયો છે. આ ગઠબંધનમાં બેઠકોની ફાળવણીને લઈને આગામી દિવસોમાં સંતોષજનક નીરાકરણ આવે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!