Dark Mode
Image
  • Sunday, 28 April 2024

કેજરીવાલની ધરપકડને ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવી શકે છે INDIA ગઠબંધન, મળી શકે છે સહાનુભૂતિનો લાભ

કેજરીવાલની ધરપકડને ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવી શકે છે INDIA ગઠબંધન, મળી શકે છે સહાનુભૂતિનો લાભ

સીએમ અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલે પોતાની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી પણ પાછી ખેંચી લીધી હતી. બીજી તરફ રાઉઝ એવન્યુ કોર્ટે તેમને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. આ દરમિયાન કેજરીવાલની ધરપકડના સમયને લઈને સવાલો ઉઠી રહ્યા છે. લોકસભા ચૂંટણી (2024) ના બ્યુગલ વાગવાના 5 દિવસની અંદર INDIA Alliance ના મુખ્ય નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડને INDIA ગઠબંધન મુખ્ય ચૂંટણી મુદ્દા તરીકે રજૂ કરી શકે છે.

 

 

જો ઈન્ડિયા એલાયન્સ ચૂંટણીમાં કેજરીવાલની ધરપકડનો લાભ ઉઠાવે તો ઉત્તર ભારતમાં ભાજપની બેઠકો ઘટી શકે છે. ઉત્તર ભારતમાં ભાજપ પહેલાથી જ સંતૃપ્તિ બિંદુએ પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં ભાજપને 370 બેઠકોનો લક્ષ્યાંક હાંસલ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.ચાલો જાણીએ કે AAP અને INDIA એલાયન્સ લોકસભા ચૂંટણીમાં કેજરીવાલની ધરપકડનો ફાયદો કેવી રીતે લઈ શકે છે:-

 

 

-- ધરપકડને મુખ્ય મુદ્દો બનાવી વિવિધ રાજ્યોમાં ભાજપ સામે મોરચો ખોલશે :- દારૂ નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડથી વિપક્ષને મોદી સરકાર સામે આક્રમક બનવાની તક મળી છે. INDIA ગઠબંધન ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલની ધરપકડના મુદ્દે વિવિધ રાજ્યોમાં જનતા વચ્ચે જઈને મોદી સરકાર સામે મોરચો ખોલી શકે છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ દિલ્હી, હરિયાણા, ગુજરાત, ગોવા અને ચંદીગઢમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. આ દિવસોમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પોતાની સભાઓમાં કેજરીવાલની ધરપકડનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.

 

 

-- સહાનુભૂતિનો લાભ ઉઠાવશે :- ઈમોશનલ કાર્ડ રાજકારણમાં ઘણી મોટી ભજવે છે. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ કોંગ્રેસને મળેલી જંગી બહુમતીથી જીત તેનું પ્રત્યક્ષ ઉદાહરણ હતી. વિદેશોમાં પણ આવા ઘણા ઉદાહરણો છે જ્યાં ચૂંટણીમાં ઈમોશનલ કાર્ડ્સે મોટી ભૂમિકા ભજવી છે.. સ્વાભાવિક છે કે, આમ આદમી પાર્ટી અને ઈન્ડિયા એલાયન્સ આ ચૂંટણીમાં ઈમોશનલ કાર્ડ રમીને કેજરીવાલની ધરપકડનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓના તાજેતરના નિવેદનો પરથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે તેઓ કેજરીવાલને લઈને જનતામાં વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. AAP નેતાઓ લોકો વચ્ચે જઈને કહી રહ્યા છે કે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે જેથી દિલ્હીમાં મફત શિક્ષણ, મફત વીજળી, મફત પાણી, મફત તીર્થયાત્રા અને મોહલ્લા ક્લિનિક્સ બંધ છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!