Dark Mode
Image
  • Thursday, 16 May 2024

કર્ણાટક ધોરણ 9ના વિદ્યાર્થીનીએ આપ્યો છોકરાને જન્મ, હોસ્ટેલ વોર્ડન સસ્પેન્ડ

કર્ણાટક ધોરણ 9ના વિદ્યાર્થીનીએ આપ્યો છોકરાને  જન્મ, હોસ્ટેલ વોર્ડન સસ્પેન્ડ

કર્ણાટકના ચિકકાબલ્લાપુરમાં એક છાત્રાલયના વોર્ડનને ૯ મા ધોરણના વિદ્યાર્થીનીએ બાળકને જન્મ આપ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોક્સોનો કેસ નોંધવામાં આવ્યો છે.

 

કર્ણાટકમાં ધોરણ 9ના વિદ્યાર્થીનીએ બાળકને જન્મ આપ્યો. પોલીસે આ અંગે પોસ્કોનો ગુનો નોંધ્યો છે.

 

આ મામલે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, સમાજ કલ્યાણ વિભાગની હોસ્ટેલમાં પ્રવેશ મેળવનારી યુવતીની હાજરી અનિયમિત હતી અને તે અવારનવાર સંબંધીની મુલાકાત લેતી હતી.

 

ગયા વર્ષે ઓગસ્ટમાં તેનું મેડિકલ ચેકઅપ પણ થયું હતું, તેમ છતાં, તેની ગર્ભાવસ્થાનો ખુલાસો થયો ન હતો, તેના પર કોઈનું ધ્યાન ગયું ન હતું. આ અંગેની વિગત મુજબ આ યુવતી એક વર્ષ પહેલા હોસ્ટેલમાં જોડાઇ હતી, ત્યારે તેણે ધોરણ 8માં અભ્યાસ કર્યો હતો.

 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ છોકરીનું ધોરણ 10ના છોકરા સાથે પણ કનેક્શન હતું. બંને વિદ્યાર્થીઓ એક જ શાળામાં ભણતા હતા. જો કે, શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી, છોકરાએ ટ્રાન્સફર સર્ટિફિકેટ (ટીસી) મેળવ્યું અને બેંગ્લોર ચાલ્યો ગયો.

 

 

આ ઘટના અંગે ટિપ્પણી કરતાં તુમ્કુરના સમાજ કલ્યાણ વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર કૃષ્ણપ્પા એસ.એ જણાવ્યું હતું કે, "આ બાળક લાંબા સમયથી હોસ્ટેલમાં આવી રહ્યો ન હતો. તે બાગેપલ્લી શહેરના કશાપુરાની છે. તે પેટમાં દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં ગઈ હતી, અને ત્યારે જ તેમને ગર્ભાવસ્થા વિશે જાણ થઈ. "

 

તેમણે કહ્યું, "અમે અહીં આ મામલાની તપાસ માટે આવ્યા છીએ, અમે તપાસ રિપોર્ટ સરકારને સોંપીશું."

 

પોલીસે કહ્યું કે તેઓ સક્રિય રીતે છોકરાની શોધ કરી રહ્યા હતા. આ કેસની વધુ તપાસ ચાલી રહી હતી.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!