Dark Mode
Image
  • Friday, 17 May 2024

કારેલાને ઘીમાં તળવામાં આવે કે ખાંડમાં ભેળવવામાં આવે તે કડવું જ રહે છેઃ PM મોદી

કારેલાને ઘીમાં તળવામાં આવે કે ખાંડમાં ભેળવવામાં આવે તે કડવું જ રહે છેઃ PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોંગ્રેસની તુલના કારેલા સાથે કરી હતી. તેમણે કહ્યું કે તેને ઘીમાં તળવામાં આવે કે ખાંડમાં ભેળવવામાં આવે તે કડવું રહે છે. આ દરમિયાન પીએમએ દેશની તમામ સમસ્યાઓ માટે દેશની સૌથી જૂની પાર્ટીને જવાબદાર ઠેરવી હતી. સામાન્ય ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં પ્રથમ રેલીને સંબોધતા પીએમ મોદીએ આગામી ચૂંટણીઓને 'સ્થિરતા વિરુદ્ધ અસ્થિરતા'ની લડાઈ ગણાવી હતી અને કહ્યું હતું કે એક તરફ તેમના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દેશના હિતમાં કડક નિર્ણયો લઈ રહી છે, જ્યારે બીજી તરફ વિપક્ષી ગઠબંધનનો ઉદ્દેશ્ય 'સત્તા મેળવો અને મલાઇ ખાઓ' એવો છે.

 

-- ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર :- તેમણે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના જૂથને 'બનાવટી' ગણાવ્યું અને તેના પર દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સાથે જોડાણ કરવાનો આરોપ મૂક્યો, જે કથિત રીતે સનાતન વિરોધી છે અને દેશના ભાગલાની વાત કરે છે. પીએમ મોદીએ કહ્યું કે, 2024ની લોકસભા ચૂંટણી 'સ્થિરતા વિરુદ્ધ અસ્થિરતા' વચ્ચેની ચૂંટણી છે. એક તરફ ભાજપના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન છે, જેનો ઉદ્દેશ્ય દેશ માટે કઠિન અને મોટા નિર્ણયો લેવાનો છે. બીજી તરફ કોંગ્રેસ અને 'ઇન્ડિયા' ગઠબંધન છે, જેનો મંત્ર છે - જ્યાં પણ સત્તા મળે ત્યાં મલાઈ ખાઓ.

 

-- કોંગ્રેસ ક્યારેય બદલાઇ ન શકેઃ પીએમ મોદી :- તેમણે કહ્યું, "તમે કારેલાને ઘીમાં ફ્રાય કરો અથવા તેને ખાંડમાં ઓગાળી દો, તે કડવું જ રહે છે..." આ કહેવત કોંગ્રેસને બરાબર લાગુ પડે છે. કોંગ્રેસ ક્યારેય બદલાઇ શકતી નથી." PM મોદીએ દેશની તમામ સમસ્યાઓ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી અને ભીડને પૂછ્યું, "દેશને ધર્મના આધારે વિભાજિત કરવા માટે કોણ જવાબદાર હતું? ... કાશ્મીર, નક્સલવાદ જેવા મુદ્દાઓ માટે જવાબદાર કોણ? રામ મંદિર નિર્માણના માર્ગમાં અવરોધ ઉભો કરનાર અને ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવનાર કોણ હતું ? રામ મંદિર (ઉદઘાટન) માટેનું આમંત્રણ કોણે ફગાવી દીધું?

 

-- કોંગ્રેસના મેનિફેસ્ટોમાં પણ મુસ્લિમ લિગની छबछછાપઃ પીએમ મોદી :- 2019માં, ચંદ્રપુર એકમાત્ર સંસદીય બેઠક હતી જે કોંગ્રેસે જીતી હતી. પીએમએ કહ્યું કે 138 વર્ષ જૂની પાર્ટીએ તેના કાર્યોને કારણે લોકોનું સમર્થન ગુમાવ્યું છે અને તેના તાજેતરમાં બહાર પાડવામાં આવેલા મેનિફેસ્ટોમાં ભાગલા તરફી મુસ્લિમ લીગની છાપ છે. તેમણે કહ્યું, “કોંગ્રેસ 10 વર્ષથી સત્તાની બહાર છે અને અમે દેશની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સક્ષમ છીએ. નક્સલવાદી ઘટનાઓમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ માટે આતંકવાદ પર નરમ વલણ અપનાવી રહી છે. તેના મેનિફેસ્ટોમાં પણ મુસ્લિમ લીગની છાપ છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!