Dark Mode
Image
  • Wednesday, 15 May 2024

જુનિયર મેહમૂદે 67ની વયે દુનિયાને કહ્યું અલવિદા, 250થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું

જુનિયર મેહમૂદે 67ની વયે દુનિયાને કહ્યું અલવિદા, 250થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું

દિગ્ગજ કલાકાર જુનિયર મેહમૂદે કેન્સર સામે લાંબી લડાઈ બાદ 8 ડિસેમ્બરે છેલ્લા શ્વાસ લીધા હતા.    

 

અભિનેતા જુનિયર મેહમૂદનું 67 વર્ષની વયે અવસાન થયું છે. પડદા પર પોતાની કોમિક સ્કિલ્સ માટે જાણીતા જુનિયર મેહમૂદ 60ના દાયકાથી હિન્દી અને મરાઠી ફિલ્મોનો અભિન્ન ભાગ હતા. તેમણે હિન્દી ટેલિવિઝનમાં પણ કામ કર્યું હતું. તેઓ છેલ્લે મુલ્લા નસીરુદ્દીન તરીકે 2019માં સબ ટીવીની સિરિયલ તેનાલી રામામાં જોવા મળ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી પેટના કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા.

 

જુનિયર મેહમૂદને સ્ટેજ 4 કેન્સર હતું

 

15 ડિસેમ્બર 1965માં મુંબઈમાં જન્મેલા જુનિયર મેહમૂદે કેન્સર સામે લાંબી લડાઈ બાદ 8 ડિસેમ્બરે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમને સ્ટેજ  4 કેન્સર હતું. તેમણે ગાયક-અભિનેતા અને દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. તેમણે બાળ કલાકાર તરીકે પોતાની અભિનય કારકિર્દી શરુ કરી હતી. રાજેશ ખન્નાથી લઈને અમિતાભ બચ્ચન અને રાજ કપૂર જેવા સુપરસ્ટાર્સ સાથે તેઓ સ્ક્રીન શેર કરી ચૂક્યા છે.

 

 

જુનિયર મેહમૂદને મળીને જીતેન્દ્ર ભાવુક થયા

 

તાજેતરમાં દિગ્ગજ કલાકારો જીતેન્દ્ર, સચિન પિલગાંવકર અને જોની લીવર જુનિયર મેહમૂદને મળવા પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર એક યુઝરે જુનિયર મેહમૂદની એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ જીતેન્દ્ર અને સચિન પિલગાંવકરને મળવા માગે છે. આ તેમની આખરી ઈચ્છા હોઈ શકે છે. એ પછી અભિનેતાઓ જુનિયર મેહમૂદને મળ્યા હતા.

 

 

સચિન જુનિયર મેહમૂદના બેસ્ટ ફ્રેન્ડ હતા અને તેમણે શમ્મી કપૂરની બ્રહ્મચારીમાં સાથે કામ કર્યું હતું. જુનિયર મેહમૂદને જોઈને જીતેન્દ્રની આંખો ભીની થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર તેમના ફોટોઝ જોવા મળ્યા હતા.

 

260થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું

 

જુનિયર મેહમૂદે વર્ષ 1967માં ફિલ્મ 'નૌનિહાલ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પોતાના કરિયર દરમિયાન તેમણે 265 ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં માત્ર હિન્દી ફિલ્મો જ નહીં પરંતુ સાત અલગ-અલગ ભાષાઓની ફિલ્મોનો સમાવેશ થાય છે.

 

 

જુનિયર મહેમૂદે હિન્દી સિવાય મરાઠી ફિલ્મોમાં પણ નિર્માતા અને દિગ્દર્શક તરીકે પોતાની ઓળખ બનાવી હતી. તેમને નઈમ સૈયદથી હિન્દી સિનેમાના ‘જુનિયર મેહમૂદ’ બનાવવા પાછળ સુપરસ્ટાર મહેમૂદ અલીનો હાથ હતો. જુનિયર મેહમૂદે મોહબ્બત ઝિંદગી હૈ, સુહાગરાત, ફરિશ્તે, બ્રહ્મચારી, વિશ્વાસ, રાજા સાબ, પ્યાર હી પ્યાર, દો રાસ્તે જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આજે બપોરે સાંતાક્રુઝ કબ્રસ્તાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!