Dark Mode
Image
  • Friday, 10 May 2024

જૂનાગઢ-ગીર પંથકમાં વરસાદના લીધે ભારે નુકસાન, જિલ્લા સાંસદે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

જૂનાગઢ-ગીર પંથકમાં વરસાદના લીધે ભારે નુકસાન, જિલ્લા સાંસદે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

જૂનાગઢ-ગીર પંથકમાં વરસાદના લીધે ભારે નુકસાન, જિલ્લા સાંસદે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

 

જૂનાગઢ સહિત ગીર સોમનાથ પંથકમાં ત્રણ-ચાર દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાતા સ્થિતિ ભયાવહ બની છે. તો ખેડૂતોના પાક સહિત અન્ય ચીજ વસ્તુઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

 

સાંસદે લખ્યો સીએમને પત્ર

 

આવી સ્થિતિમાં જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગે પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. હાલ જૂનાગઢ તેમજ ગીર સોમનાથમાં અતિશય ભારે વરસાદને લઈને જિલ્લા સાંસદ દ્વારા મુખ્યમંત્રીને નુકસાન બાબતે જાણ કરવામાં આવી છે. બંને જિલ્લામાં તારીખ અવિરત વરસાદ વરસી રહ્યો છે.

 

કૂદરતી આફત માટે પેકેજ જાહેર કરવા માંગ

 

વરસાદી પાણીના કારણે પુરની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થવા પામ્યુ છે, તો પશુપાલનની સાથે સાથે રોડ-રસ્તાઓની હાલત બિસ્માર બનતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ત્યારે આ બાબતે તાત્કાલિક અસરથી સર્વે કરી અને સરકારની જોગવાઈ મુજબ કુદરતી આફતો માટેનું નવેસરનું પેકેજ અને સહાય ચૂકવવા સાંસદ દ્વારા મુખ્યમંત્રી પત્ર લખી માંગ કરવામાં આવી છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!