Dark Mode
Image
  • Thursday, 09 May 2024

કર્ણાટકમાં થયેલ જૈન મુનિની હત્યા કેસનો મામલો, વિજયનગર ખાતે જૈન સમાજ-હિન્દુ સંગઠનોનો વિરોધ

કર્ણાટકમાં થયેલ જૈન મુનિની હત્યા કેસનો મામલો, વિજયનગર ખાતે જૈન સમાજ-હિન્દુ સંગઠનોનો વિરોધ

કર્ણાટકમાં થયેલ જૈન મુનિની હત્યા કેસનો મામલો, વિજયનગર ખાતે જૈન સમાજ-હિન્દુ સંગઠનોનો વિરોધ

 

કર્ણાટકમાં જૈન મુનિની હત્યા મામલે જૈન સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.કર્ણાટકના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર નામના શહેરમાં એક જૈન પવિત્ર વ્યક્તિની હત્યા થઈ હોવાથી ખૂબ જ દુઃખ અને દુઃખની લાગણી છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતે સમગ્ર હિન્દુ સમાજ અને જૈન સમાજે આ મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

 

જૈન મુનિની હત્યા કેસમાં કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ

 

કર્ણાટકમાં થયેલ જૈન મુનિની હત્યા કેસમાં સઘન તપાસ થાય અને દોષિતોને સજા થાય તે હેતુસર મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના આગેવાનો, જૈન સમાજના આગેવાનોની સાથે સાથે મહિલાઓ પણ જોડાઈ હતી.

 

વેપારીઓએ જડબેસલાક પાળ્યો બંધ

 

જૈન મુનિની હત્યાના મામલે જૈન સમાજના લોકો, સ્થાનિક આગેવાનોએ સફેદ કપડા પહેરી હાથે કાળી પટ્ટી બાંધી મૌન રેલી કાઢી કર્ણાટક સરકાર સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર પાસે ઝડપી તેમજ યોગ્ય ન્યાય મળે તેણે લઇ અપીલ પણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, કર્ણાટકમાં થયેલ જૈન મુનીની હત્યા મામલે વિરોધ નોંધાવતા વિજયનગર તાલુકાના ચિઠોડાના વેપારીઓએ જડબેસલાક બંધ પાળ્યો હતો.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!