Dark Mode
Image
  • Monday, 03 June 2024

ડોલવણ તાલુકામાં મનરેગા યોજના હેઠળ બની રહેલ ચેક ડેમની કામગીરીની તપાસ થાય તે જરૂરી બન્યું

ડોલવણ તાલુકામાં મનરેગા યોજના હેઠળ બની રહેલ ચેક ડેમની કામગીરીની તપાસ થાય તે જરૂરી બન્યું

ડોલવણ તાલુકામાં મનરેગા યોજના હેઠળ બની રહેલ ચેક ડેમની કામગીરીની તપાસ થાય તે જરૂરી બન્યું


ચેક ડેમોની કામગીરી તપાસ થાય તેવી લોક માંગ


ડોલવણ તાલુકામાં મનરેગા યોજના હેઠળ બની રહેલ ચેક ડેમની કામગીરીની તપાસ થાય તે જરૂરી બન્યું જેમાં પાટી ગામનાં ગાંધીઓવારા ફળીયામાં ચાલુ વર્ષ દરમિયાન બનેલ ચેક ડેમ જેને બનવામાં પૂરા આઠ મહિના પણ નથી થયા અને ડેમની પ્રોટેક્શન વોલમાં તિરાડો જોવા મળી રહી છે ત્યારે 5 લાખ થી વધુના ખર્ચે બની રહે ચેક ડેમોની કામગીરી તપાસ થાય તેવી લોક માંગ ઉઠવા પામી હતી.


તાપી જિલ્લામાં સિંચાઈ માટે ખેડૂતોને પૂરતું પાણી મળી રહે અને વરસાદી પાણીનું યોગ્ય સંગ્રહ થાય અને તે પાણી લોક ઉપયોગી બને તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગ્રામીણ વિસ્તારમાં નાના મોટી ખાડીઓ ચેક ડેમ બનવાની કામગીરી તાલુકા સ્તર અને ગ્રામ પંચાયતોનાં માધ્યમથી ચેક ડેમ નિર્માણ કાર્ય જે તે એજન્સીને સોંપવામાં આવે છે પરતું તંત્રનાં આંખ આડા કાન ની નીતિ અને એજન્સી દ્વારા કરવામાં આવેલ શંકા સ્પાદ કામગરીની પોલ ખુલતી જોવા મળી રહી છે.


તાલુકામાં 5 થી 6 ગામોમાં ચાલુ વર્ષ દરમિયાન જિલ્લા અને તાલુકા ગ્રામ વિકાસ એજન્સીનાં માધ્યમથી 10થી 12 ચેક ડેમો બની રહેલ છે


જેમાં ડોલવણ તાલુકાના પાટી ગામનાં ગાંધીઓવારા ફળીયામાં ચાલુ વર્ષ ફેબ્રુઆરી મહિનાથી નિર્માણ કાર્ય કરી ડેમની કામગરી પૂર્ણ તો કરી દેવામાં આવી પરતું કેવી રીતેની કામગીરી કરવામાં આવી છે તેના પુરાવા હવે ડેમના પ્રોટેક્શન પડેલ તિરાડો બતાવી રહી છે. ડેમ લોક ઉપયોગી બને તે પહેલા ડેમમાં પડેલ તિરાડો હવે કેવી કક્ષાની કામગીરની થઈ છે તેની ગુણવતા દર્શાવી રહી છે.


ત્યારે ડોલવણ તાલુકામાં 5 થી 6 ગામોમાં ચાલુ વર્ષ દરમિયાન જિલ્લા અને તાલુકા ગ્રામ વિકાસ એજન્સીનાં માધ્યમથી 10થી 12 ચેક ડેમો બની રહેલ છે ત્યારે તમામ કામગીરીની યોગ્ય તપાસ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે અને પાટી ગામનાં ગાંધીઓવારા ફળીયામાં ચેક ડેમની કામગીરીની વિશેષ તપાસ થાય અને આવી કામગીરી કરનાર એજન્સી સામે હવે યોગ્ય પગલાં ભરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!