Dark Mode
Image
  • Monday, 20 May 2024

ઇન્ડિગો એરલાઇન્સમાં મુસાફરને પીરસાઇ જીવાતવાળી સેન્ડવીચ, FSSAIએ પાઠવી એરલાઇન્સને નોટિસ

ઇન્ડિગો એરલાઇન્સમાં મુસાફરને પીરસાઇ જીવાતવાળી સેન્ડવીચ, FSSAIએ પાઠવી એરલાઇન્સને નોટિસ

ખાનગી એરલાઈન ઈન્ડિગોમાં પીરસવામાં આવેલા ભોજનમાં જીવડા ફરતા હોવાની ફરિયાદ ઉઠી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ આ અંગે નોટિસ પાઠવી છે. એક મહિલા મુસાફરે તેની સેન્ડવીચમાં જીવાત મળી આવવાની ફરિયાદ કર્યા બાદ ઈન્ડિગોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

 

 

FSSAI નોટિસ અનુસાર, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (FSS) એક્ટ, 2006 મુજબ, આ ઘટનાને 'અસુરક્ષિત ભોજન પીરસવાની શ્રેણીમાં મુકવામાં આવી છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આમાં જંતુઓ, જીવાત અથવા જંતુઓથી ચેપગ્રસ્ત ભોજનનો સમાવેશ થાય છે. તેથી દિલ્હીથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરોને અપાયેલા દૂષિત ખોરાક અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

 

 

-- શા માટે ઇન્ડિગોનું લાઇસન્સ સસ્પેન્ડ ન કરવું? :- ઈન્ડિગોને સાત દિવસમાં (9 જાન્યુઆરી સુધીમાં) આ નોટિસનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. એફએસએસઆઈએ નોટિસમાં જણાવ્યું છે કે શા માટે ઈન્ડિગોનું લાઈસન્સનું સસ્પેન્ડ અથવા રદ્ ન કરવું જોઇએ અને શા માટે નિયમો મુજબ કાર્યવાહી ન કરવી જોઈએ.

 

 

-- દિલ્હીથી મુંબઇ જતી ફ્લાઇટની ઘટના :- આ ઘટના ગયા શુક્રવારે દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટ 6E 6107માં બની હતી. આ ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલી મહિલા પેસેન્જર ખુશ્બુ ગુપ્તાએ પીરસવામાં આવેલી સેન્ડવીચમાં કીડો હોવાની ફરિયાદ કરી હતી. મુસાફરે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ખુશ્બૂ વીડિયોમાં ઈન્ડિગોને કહે છે - તમે જે ફૂડ વેચો છો તેની ગુણવત્તા શું છે? મેં કેબિન ક્રૂને કહ્યું કે ખોરાકની ગુણવત્તા સારી નથી અને મારી સેન્ડવીચમાં કીડો છે. અન્ય સેન્ડવીચમાં પણ આવું થઈ શકે છે. શું તેઓએ મુસાફરોને જાણ ન કરવી જોઈતી હતી? પરંતુ મારી સેન્ડવીચમાં કીડો હોવા છતાં, તેઓ ખોરાક બીજાને આપતા રહ્યા. જો કોઈ બીમાર થાય તો જવાબદાર કોણ ?

 

 

-- ઈન્ડિગોએ કહ્યું દિલગીર છીએ :- જોકે, એરલાઈન કંપની ઈન્ડિગોએ આ મામલે માફી માંગી છે. કંપનીએ કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ગયા શનિવારે, ઈન્ડિગોના પ્રવક્તાએ કહ્યું - એરલાઈન દિલ્હીથી મુંબઈની ફ્લાઈટ 6E 6107માં બનેલી ઘટનાને લઈને ગ્રાહક દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાથી વાકેફ છે. તપાસ પર, અમારા ક્રૂએ તરત જ તે સેન્ડવિચ પીરસવાનું બંધ કરી દીધું. હાલમાં આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે અને અમે યોગ્ય પગલાં લેવા માટે અમારા રસોડાના સ્ટાફ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. પેસેન્જરને થયેલી કોઈપણ અસુવિધા બદલ અમે દિલગીર છીએ.

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!