Dark Mode
Image
  • Thursday, 16 May 2024

ઠંડીની ઋતુમાં માણો ગરમાગરમ ગાજરનો હલવો, માત્ર 20 મિનિટમાં થઈ જશે તૈયાર

ઠંડીની ઋતુમાં માણો ગરમાગરમ ગાજરનો હલવો, માત્ર 20 મિનિટમાં થઈ જશે તૈયાર

પ્રેશર કૂકરમાં ગાજરનો હલવો બનાવતા માત્ર 20થી 25 મિનિટ જેટલો સમય લાગે છે.

 

ગાજરનો હલવો એ પ્રચલિત ભારતીય મીઠાઈ છે. એમાં પણ શિયાળામાં તાજા અને લાલ ગાજર આવતાં જ તેનો ઉપયોગ વધવા લાગે છે. ખાસ તો લોકો સ્વાદિષ્ટ હલવો ખાવાનું પસંદ કરે છે. આમ તો ગાજરનો હલવો પરંપરાગત રીતે કઢાઈમાં બનાવવામાં આવે છે, પણ તેમાં ઘણો સમય લાગે છે. જોકે, સારા સમાચાર એ છે કે તમે આ વાનગી પ્રેશર કૂકરમાં પણ બનાવી શકો છો.

 

20 મિનિટમાં પ્રેશર કૂકરમાં બનાવો ગાજરનો હલવો

 

પ્રેશર કૂકરમાં ગાજરનો હલવો બનાવતા માત્ર 20થી 25 મિનિટ જેટલો સમય લાગે છે. કઢાઈની સરખામણીમાં કૂકરમાં બનાવવામાં આવેલા હલવામાં કૂકિંગ ટાઈમ ઘટી જાય છે. સમય ઓછો હોય અને રસોડામાં બહુ સમય વિતાવવા ન માગતા હો તો આ રેસિપી તમે ટ્રાય કરી શકો છો. જોકે, આ સમય પ્રેશર કૂકરના આકારના આધારે અલગ-અલગ હોઈ શકે છે.

 

 

પ્રેશર કૂકરમાં આ રીતે બનાવો ગાજરનો હલવો

 

સૌ પ્રથમ ગાજરને સારી રીતે ધોઈ લો. હવે તેની છાલ કાઢીને સારી રીતે છીણી લો. તેને દૂધ અને એલચી સાથે પ્રેશર કૂકરમાં મૂકો અને એક સીટી વાગે ત્યાં સુધી પકાવો. વરાળ બહાર આવે ત્યાં સુધી રાહ જુઓ અને ઢાંકણ ખોલો. જ્યાં સુધી દૂધ સુકાઈ ન જાય ત્યાં સુધી ગાજરને ધીમી આંચ પર પકાવો.

 

ધ્યાન રાખો કે ગાજર કુકરના તળિયે ચોંટી ન જાય. આ માટે તેને સતત હલાવતા રહો. આ પછી તેમાં ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આ પછી તેમાં ખાંડ નાખીને ખાંડ ઓગળે ત્યાં સુધી પકાવો. છેલ્લે ખોયા ઉમેરો અને ગઠ્ઠો દૂર ના થાય ત્યાં સુધી બરાબર મિક્સ કરો. બદામના નાના ટુકડા કરીને તેના વડે હલવો ગાર્નિશ કરો અને ગરમાગરમ સર્વ કરો.

 

 

ગાજરના હલવાને કુકરના તળિયે ચોંટતા કેવી રીતે અટકાવશો?

 

 

ગાજરનો હલવો પ્રેશર કૂકરના તળિયે સરળતાથી ચોંટી જાય છે. આવું ન થાય એ માટે ગેસની આંચ હંમેશા ઓછી અથવા મધ્યમ રાખો. જો તમે હાઈ ફ્લેમ રાખશો તો તે ચોંટી તો જશે સાથે બળી પણ શકે છે. રાંધતી વખતે તમારે હલવાને સતત હલાવતા રહેવું જોઈએ કારણ કે આ તેને ચોંટતા અટકાવે છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!