Dark Mode
Image
  • Wednesday, 08 May 2024

ત્રીજા તબક્કામાં 7 મેના રોજ કયા રાજ્યોની કેટલી બેઠકો પર મતદાન, કેટલી છે દરેક રાજ્યના ઉમેદવારોની સંખ્યા

ત્રીજા તબક્કામાં 7 મેના રોજ કયા રાજ્યોની કેટલી બેઠકો પર મતદાન, કેટલી છે દરેક રાજ્યના ઉમેદવારોની સંખ્યા

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન 7 મે, 2024ના રોજ થવાનું છે. આ તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 95 લોકસભા બેઠકો માટે મતદાન થશે, જ્યારે 1351 ઉમેદવારોનું ભાવિ દાવ પર રહેશે. આ તબક્કામાં ગુજરાતની તમામ 25 બેઠકો માટે મતદાન થશે અને સામાન્ય ચૂંટણીના આ તબક્કામાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને કર્ણાટકની ઘણી બેઠકો માટે મતદાન થશે.

 

મધ્યપ્રદેશના બેતુલથી બસપાના ઉમેદવારના મોત બાદ ત્યાં ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી. જો કે, ચૂંટણી પંચે આ બેઠક માટે ત્રીજા તબક્કામાં મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે., જ્યારે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ગુજરાતની સુરત બેઠક પરથી બિનહરીફ ચૂંટણી જીત્યા છે અને આ તબક્કામાં કુલ 2963 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, પરંતુ ચકાસણી બાદ 1563 ઉમેદવારો રહ્યા હતા.જેમાંથી ઘણા ઉમેદવારોએ નામાંકન પરત ખેંચ્યા બાદ હવે 1351 ઉમેદવારો બાકી રહ્યા છે.

 

--લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કા હેઠળ આવતી લોકસભા બેઠકો અને ઉમેદવારોની વિગતો આ પ્રમાણે છે.

 

આસામ

કેટલી બેઠકો પર ચૂંટણીઃ 4
ઉમેદવારોઃ 47


બિહાર

કેટલી બેઠકો પર ચૂંટણીઃ5
ઉમેદવારોઃ 54


છત્તીસગઢ


કેટલી બેઠકો પર ચૂંટણી - 7
ઉમેદવારો – 168


દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ

કેટલી બેઠકો પર ચૂંટણીઃ 2
ઉમેદવારોઃ12

ગોવા

કેટલી બેઠકો પર ચૂંટણીઃ 2
ઉમેદવારોઃ16

ગુજરાત

કેટલી બેઠકો પર ચૂંટણીઃ 25
ઉમેદવારોઃ 266


જમ્મુ અને કાશ્મીર

કેટલી બેઠકો પર ચૂંટણીઃ 1
ઉમેદવારોઃ 20


કર્ણાટક

કેટલી બેઠકો પર ચૂંટણીઃ 14
ઉમેદવારોઃ 227


મધ્યપ્રદેશ

કેટલી બેઠકો પર ચૂંટણીઃ 9
ઉમેદવારોઃ 127


મહારાષ્ટ્ર

કેટલી બેઠકો પર ચૂંટણીઃ 11
ઉમેદવારોઃ 258


ઉત્તર પ્રદેશ

કેટલી બેઠકો પર ચૂંટણીઃ10
ઉમેદવારોઃ 100


પશ્ચિમ બંગાળ

કેટલી બેઠકો પર ચૂંટણીઃ 4
ઉમેદવારોઃ 57

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!