Dark Mode
Image
  • Thursday, 16 May 2024

ફ્રાંસમાં માંકડના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, થિયેટરો, ટ્રેન, ઘરોમાં માંકડનો વધી રહ્યો છે પ્રકોપ

ફ્રાંસમાં માંકડના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, થિયેટરો, ટ્રેન, ઘરોમાં માંકડનો વધી રહ્યો છે પ્રકોપ

ફ્રાન્સ માંકડનો આતંક સતત વધી રહ્યો છે. ફ્રાન્સમાં મોટા ભાગના સ્થળો પર માંકડની સંખ્યા જોવા રહી છે. ખાસ કરીને ફ્રેન્ચ શહેરો પેરિસ અને માર્સેલેના લોકો આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. લોકોનું લોહી પી-પીને માંકડની સંખ્યા સતત વધી રહી છે.

ઉલ્લેખનીય છે કે ફ્રાંસમાં માંકડની વધતી સંખ્યા અંગે 10 મહિના પહેલા જાણ થવા લાગી હતી. હવે ખાસ ચિંતાની વાત તો એ છે કે આવતા વર્ષે પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનું છે ત્યારે ફ્રાન્સની સરકાર માંકડની સમસ્યાને લઈને ચિંતિત છે.

ફ્રાંસમાં માંકડના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, થિયેટરો, ટ્રેન, ઘરોમાં માંકડનો વધી રહ્યો છે પ્રકોપ

આ વર્ષે ઉનાળાની ઋતુમાં ફ્રાન્સમાં હોટલ અને અન્ય પ્રવાસન સ્થળો પર માંકડ જોવા મળી રહ્યાં છે. ધીરે ધીરે તે ફ્રાન્સના શહેરોમાં દરેક જગ્યાએ ફેલાવા લાગ્યા છે. માંકડ સિનેમા, ટ્રેન, બસ અને ઘરોમાં ઘૂસી ગયા છે. જીવજંતુઓને મારવા કેમિકલ બનાવતી કંપનીઓએ પણ હાથ ઉંચા કરી લીધા છે અને કહ્યું છે કે તેઓ તેમને નિયંત્રિત કરવામાં સક્ષમ નથી. ઓલિમ્પિક દરમિયાન પેરિસમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાના હોવાથી ફ્રાન્સ સરકાર ચિંતામાં છે. પેરિસના ડેપ્યુટી મેયર એમેન્યુઅલ ગ્રેગરીએ પ્રધાનમંત્રી એલિઝાબેથ બોર્નને પત્ર લખીને આ સમસ્યા સામે રાષ્ટ્રીય કાર્ય યોજનાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે માંકડનું પ્રજનન દર ખૂબ વધારે હોય છે. આ જ કારણ છે કે તેઓ ફ્રાન્સમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. આ અઠવાડિયે જ, ફ્રેન્ચ જાહેર પરિવહન કંપનીઓ માંકડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ચર્ચા કરવા માટે દેશના પરિવહન મંત્રી સાથે મુલાકાત કરી હતી.

ફ્રાંસમાં માંકડના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, થિયેટરો, ટ્રેન, ઘરોમાં માંકડનો વધી રહ્યો છે પ્રકોપ

માંકડ નાની હોવા છતાં, તેઓ નરી આંખે જોઈ શકાય છે. તેઓ સરળતાથી ફેલાઈ શકે છે અને તેમને ગાદલા અને પડદા, ફ્લોરબોર્ડની વચ્ચે, ઈલેક્ટ્રિકલ સોકેટ્સમાં અને વૉલપેપરની પાછળ પણ છુપાઈ શકે છે. તેઓ લોહી પીવા માટે રાત્રે બહાર આવે છે.

ફ્રાંસમાં માંકડના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, થિયેટરો, ટ્રેન, ઘરોમાં માંકડનો વધી રહ્યો છે પ્રકોપ

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!