Dark Mode
Image
  • Friday, 17 May 2024

40ની ઉંમર પછી પણ યુવાન રહેવું હોય તો અપનાવો આ સ્કિન કેર રૂટિન, કરચલીઓ થશે દૂર

40ની ઉંમર પછી પણ યુવાન રહેવું હોય તો અપનાવો આ સ્કિન કેર રૂટિન, કરચલીઓ થશે દૂર

ત્વચાની નિયમિત સંભાળ વધતી ઉંમરે કરચલીની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. એ માટે અહીં જણાવેલી ટિપ્સ કામ આવશે.

 

તમારો ચહેરો તમે કેટલા સ્વસ્થ છો અથવા યુવાન છો તેનું રહસ્ય સરળતાથી ઉજાગર કરી શકે છે. આ કારણે લોકો હંમેશાં ચહેરાને ચમકાવવા અને તેની જાળવણી પર વધુ ધ્યાન આપે છે. જોકે, ખરાબ જીવનશૈલી, આહાર અને સ્કિન કેરના અભાવે વધતી ઉંમર સાથે કરચલીઓ વધુ દેખાય છે. આપણી આસપાસ ઘણી એવી વ્યક્તિઓ હશે જે 40 વર્ષ બાદ પણ તરોતાજા દેખાય છે. જો તમે પણ 40 વર્ષની ઉંમરે સુંદર દેખાવા માગતા હો તો અહીં જણાવેલ સ્કિન કેર રૂટિન શરુ કરી દો. આનાથી ઘણો તફાવત જોવા મળશે.

 

 

સ્કિન કેર શા માટે જરૂરી છે?

 

 

વૃદ્ધાવસ્થાને અટકાવી શકાય તેમ નથી, પણ સ્વસ્થ, ઉર્જાવાન રહેવા માટે કસરત, આરોગ્યપ્રદ આહાર અને યોગ્ય દિનચર્યા જરૂરી છે. આમાં સ્કિન કેર રૂટિનનો પણ સમાવેશ થાય છે. ત્વચાની નિયમિત સંભાળ કરચલીની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. એ માટે નીચે જણાવેલી ટિપ્સ કામ આવશે.

 

સ્ક્રબિંગ કરો

 

વધતી ઉંમરની અસરને રોકવા માટે અઠવાડિયામાં એક કે બે વાર ચહેરા પર સ્ક્રબ કરવું ખૂબ જ જરૂરી છે. તેનાથી ચહેરા પર જમા થયેલી ધૂળ અને ગંદકી સરળતાથી સાફ થઈ જાય છે, જેનાથી ચહેરો ખીલેલો લાગે છે.

 

ચહેરાને મોઈશ્ચરાઈઝ કરવું મહત્વનું છે

 

ઉંમર વધે તેમ ચહેરાની ભીનાશ ઓછી થવા લાગે છે. ભેજના અભાવે ત્વચા શુષ્ક થઈ જાય છે અને કરચલીઓ વધી શકે છે. તેનાથી બચવા માટે ચહેરાને મોઈશ્ચરાઈઝ્ડ રાખવું જરૂરી છે.

 

સનસ્ક્રીન જરૂરી છે

 

 

જો તમે ઉનાળામાં બહાર જાવ ત્યારે જ સનસ્ક્રીનનો ઉપયોગ કરો છો, તો અમે તમને જણાવી દઈએ કે તે દરેક ઋતુમાં જરૂરી છે. જો તમે 40 પછી પણ યુવાન દેખાવા માંગતા હોવ તો સનસ્ક્રીન ચોક્કસ લગાવો.

 

પુષ્કળ પાણી પીવો

 

 

મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવાની સાથે ત્વચાનો ભેજ જાળવી રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું પણ ખૂબ જ જરૂરી છે. પાણી પીવાથી શરીરની ગંદકી બહાર નીકળે છે અને તે ચહેરાને સ્વચ્છ અને યુવાન રાખવામાં પણ મદદ કરે છે.

 

નાઇટ ક્રીમનો ઉપયોગ કરો

 

 

રાત્રે સૂતા પહેલા ચહેરાને સારી રીતે સાફ કરો અને પછી નાઈટ ક્રીમ લગાવો. આ ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે અને વૃદ્ધત્વની અસરને પણ ઘટાડે છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!