Dark Mode
Image
  • Tuesday, 14 May 2024

5 કલાકથી ઓછી ઉંઘ લેતા હોવ તો થઈ જાવ સાવધાન, હાર્ટ એટેકનો રિસ્ક વધી શકે | If you sleep less than 5 hours, be careful, the risk of heart attack can increase

5 કલાકથી ઓછી ઉંઘ લેતા હોવ તો થઈ જાવ સાવધાન, હાર્ટ એટેકનો રિસ્ક વધી શકે | If you sleep less than 5 hours, be careful, the risk of heart attack can increase

5 કલાકથી ઓછી ઉંઘ લેતા હોવ તો થઈ જાવ સાવધાન, હાર્ટ એટેકનો રિસ્ક વધી શકે

 

આજકાલના વ્યસ્ત અને થાકભર્યા જીવનમાં લોકો બહું ઓછી ઉંઘ લેતા હોય છે. એક રિપોર્ટમાં મુજબ જે લોકો 5 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમને હાર્ટ એટેકનો ખતરો વધુ રહે છે. 87 ટકા ભારતીયો ઊંઘતા પહેલા ફોનનો ઉપયોગ કરે છે, જેને કારણે તેમની ઊંઘ પૂરી થતી નથી.

 

AIIMSના રિપોર્ટ મુજબ ભારતમાં 33થી 50 ટકા લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા છે. અહીં અમે તમને જણાવીશું કે સારી ઊંઘનો અર્થ શું થાય છે.

 

 

સારી ઊંઘ એટલે?


તમે વિક્ષેપ વિના કેટલો સમય સૂઈ શક્યા અને તમારી ઊંઘ કેટલી ઊંડી હતી, તમે સવારે ઉઠ્યા ત્યારે તાજગી અનુભવી હતી કે કેમ, તમારી પાસે દિવસની પ્રવૃત્તિઓ માટે ઉર્જા હતી કે નહીં - આ બધા પરિબળો નક્કી કરે છે કે તમને સારી ઊંઘ આવી છે કે નહીં. સવારે થકાન જેવું લાગે એનો અર્થ થાય કે તમારી ઉંઘ પુરી થઈ નથી.

 

 

સારી ઊંઘના ફાયદા


આરામની ઊંઘ ધ્યાન અને યાદશક્તિમાં સુધારો કરે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે અને શરીરમાં બળતરાના પ્રમાણને ઘટાડી શકે છે. અને અન્ય ઘણી બીમારીઓથી બચાવવાનું કામ કરે છે. જો તમે પૂરતી ઊંઘ ન લઈ શકતા હોવ તો લાંબા સમય સુધી આવું થવાને કારણે સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકથી લઈને બ્રેઈન સ્ટ્રોક થઈ શકે. તમે આખો દિવસ ચિડાઈ જાવ છો, કામ કરવાની શક્તિ નથી રહેતી અને શરીરમાં સોજો આવી શકે છે. એક સંશોધન મુજબ, જે લોકો 5 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમને 7 કલાકની ઊંઘ લેનારા લોકો કરતાં હાર્ટ એટેકનું જોખમ 56% વધારે હોય છે.

 

 

એક ડેટા મુજબ, ભારતની 55% વસ્તી રાત્રે 11 વાગ્યા પછી ઊંઘે છે. 90% લોકો રાત્રે 1-2 વાર જાગે છે.

18 વર્ષથી ઓછી ઉંમરના 40% બાળકો માને છે કે તેઓ અનિદ્રાનો શિકાર છે.

25થી 34 વર્ષની વયના 56% લોકોને લાગે છે કે તેમને પૂરતી ઊંઘ નથી મળતી.

ભારતમાં 54% પુરુષો અને 59% સ્ત્રીઓ રાત્રે 11 વાગ્યા પછી સૂઈ જાય છે.

87% લોકો સૂતા પહેલા તેમનો ફોન ચેક કરે છે. ફોન ચેક કરનારા 74% લોકો 25થી 34 વર્ષની વચ્ચેના છે.

38% લોકો રાત્રે સૂતા પહેલા તેમના ભવિષ્યની ચિંતામાં ડૂબી જાય છે અને ઊંઘ ગુમાવી દે છે.

53% મહિલાઓ અને 61% પુરૂષોએ કહ્યું કે જ્યારે તેઓ સવારે ઉઠે છે ત્યારે તેઓ તાજગી અનુભવે છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!