Dark Mode
Image
  • Tuesday, 07 May 2024

હું કેન્દ્રથી બંગાળના વિકાસ માટે પૈસા મોકલું છું પણ.જાણો શું કહ્યું પશ્ચિમ બંગાળમાં રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ

હું કેન્દ્રથી બંગાળના વિકાસ માટે પૈસા મોકલું છું પણ.જાણો શું કહ્યું પશ્ચિમ બંગાળમાં રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ

શુક્રવારે પશ્ચિમ બંગાળની ત્રણ લોકસભા બેઠકો પર મતદાન ચાલુ છે. આ દરમિયાન પીએમ મોદીએ માલદા જિલ્લામાં જનસભાને સંબોધિત કરી છે. આ દરમિયાન તેમણે રાજ્યની મમતા સરકાર પર જબરદસ્ત નિશાન સાધ્યું. પીએમ મોદીએ ડાબેરીઓ પર પણ આકરા પ્રહારો કર્યા. મોદીએ કહ્યું કે એક સમય એવો હતો કે જ્યારે બંગાળ આખા દેશના વિકાસનું નેતૃત્વ કરતુ હતું, પરંતુ પહેલા ડાબેરીઓએ અને પછી ટીએમસીના લોકોએ બંગાળની આ મહાનતાને ઠેસ પહોંચાડી, બંગાળના સન્માનને ઠેસ પહોંચાડી, વિકાસને અટકાવી દીધો.

 

 

-- હું કેન્દ્રથી બંગાળના વિકાસ માટે પૈસા મોકલું છું પણ :- પીએમએ રેલીમાં એમ પણ કહ્યું કે પીએમ કિસાન સન્માન નિધિના 8 હજાર કરોડ રૂપિયા સીધા બંગાળના 50 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે. પરંતુ, ટીએમસી સરકાર તમને લૂંટવાની કોઈ તક છોડતી નથી. બંગાળના વિકાસ માટે હું કેન્દ્રથી બંગાળ સરકારને જે પૈસા મોકલું છું તે ટીએમસીના નેતાઓ, મંત્રીઓ અને વચ્ચેના માણસો સાથે મળીને ખાઈ જાય છે.

 

 

-- એવું લાગે છે કે પાછલા જન્મમાં બંગાળમાં જન્મ્યો હોઇશ' :- પીએમ મોદીએ સભામાં એમ પણ કહ્યું કે તમે એટલો બધો પ્રેમ આપો છો.એવું લાગે છે કે કાં તો હું મારા પાછલા જન્મમાં બંગાળમાં જન્મ્યો હતો અથવા પછીના જીવનમાં બંગાળની માતાના ખોળે જન્મ લેવાનો છું.

 

 

-- ટીએમસી સરકાર અંત સુધી મુખ્ય આરોપીને બચાવતી રહી :- વડાપ્રધાન મોદીએ કહ્યું કે મા-માટી-માનુષની વાતો કરીને સત્તામાં આવેલી ટીએમસીએ સૌથી મોટો દગો અહીંની મહિલાઓ સાથે જ કર્યો છે. જ્યારે અમારી સરકારે મુસ્લિમ બહેનોને અત્યાચારોથી બચાવવા માટે ટ્રિપલ તલાક નાબૂદ કર્યો ત્યારે ટીએમસીએ તેનો વિરોધ કર્યો. સંદેશખલીમાં મહિલાઓ પર ઘણા અત્યાચારો થયા અને ટીએમસી સરકાર અંત સુધી મુખ્ય આરોપીને બચાવતી રહી.

 

 

-- ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે તુષ્ટિકરણની સ્પર્ધા :- વડાપ્રધાને વધુમાં કહ્યું કે, 'ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે તુષ્ટિકરણની સ્પર્ધા ચાલી રહી છે. રાજ્ય સરકાર બંગાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને લાવીને વસાવવાનું કામ કરે છે. આ ઘૂસણખોરોને તમારી જમીન અને ખેતરો પર કબજો કરવા દે છે. કોંગ્રેસ તમારી સંપત્તિ આવી વોટ બેંકમાં વહેંચવાની વાત કરી રહી છે.

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!