Dark Mode
Image
  • Wednesday, 15 May 2024

રાજઠાકરેની MNS હાલ મહારાષ્ટ્રમાં કેટલી મજબૂત ? NDAમાં આવે તો બન્નેમાંથી કોને શું ફાયદો ?

રાજઠાકરેની MNS હાલ મહારાષ્ટ્રમાં કેટલી મજબૂત ? NDAમાં આવે તો બન્નેમાંથી કોને શું ફાયદો ?

રાજ ઠાકરે ભારતના ચાણક્ય કહેવાતા અમિત શાહને મળ્યા હતા અને હવે સમાચાર છે કે એકાદ-બે દિવસમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ શકે છે. રાજ ઠાકરેની પાર્ટી મહાગઠબંધનમાં સામેલ થવાથી ભાજપને ફાયદો થશે, તો મનસેને પણ એનડીએ સાથે જોડાવાથી રાજકીય ફાયદો થશે તેમ લાગે છે. એનડીએ સાથે જોડાણ બાદ રાજ ઠાકરેની પાર્ટી પણ મજબૂત થશે. જો અત્યારે વાત કરીએ તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની અસર અમુક પસંદગીની જગ્યાઓ પર જ જોવા મળે છે.

 

 

-- MNSની મહારાષ્ટ્રમાં સ્થિતિ :- 2006 પછી, MNS પાર્ટીની રચના થઈ અને પ્રથમ ચૂંટણીમાં તેણે વિધાનસભાની ચૂંટણીમાં 13 બેઠકો જીતી, પરંતુ પછી તેની વોટ બેંક ઘટતી રહી. રાજ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણી લડી ન હતી. અગાઉ, 2009ની લોકસભા ચૂંટણીમાં, પાર્ટીએ રાજ્યમાં નવથી 10 બેઠકો પર શિવસેનાને નુકસાન પહોંચાડ્યું હતું. ઘણી સીટો પર MNSના ઉમેદવારોને 1 લાખથી વધુ વોટ મળ્યા હતા, પરંતુ પાર્ટીનો ગ્રાફ હવે સતત નીચે જઈ રહ્યો છે.

 

 

-- રાજ ઠાકરેને શું ફાયદો ? :- જો 2014ની વાત કરીએ તો પાર્ટીની સીટ 13થી ઘટીને એક થઈ ગઈ છે અને વોટબેંક પણ ઘટી ગઈ છે. અગાઉ તે પાંચ ટકાથી વધુ હતો અને 2014માં તે ઘટીને 3.15 ટકા થયો હતો. 2019ની ચૂંટણીમાં પણ આવું જ કંઈક થયું હતું અને તેમને વિધાનસભા ચૂંટણીમાં માત્ર એક સીટ મળી હતી અને વોટ શેર ત્રણથી ઘટીને 2.25 ટકા થઈ ગયો..આવા સંજોગોમાં મહારાષ્ટ્રમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે રાજઠાકરેને NDAનો સહયોગ ખુબજ ઉપયોગી સાબિત થશે.

 

 

-- ભાજપને શું ફાયદો ? :- જો રાજ ઠાકરે એનડીએમાં આવે છે, તો ઉદ્ધવ ઠાકરેને યોગ્ય જવાબ આપવા માટે ફાયર બ્રાન્ડ લીડર મળશે, જે ઠાકરે પરિવારમાંથી હશે. આ બંનેની વોટબેંક હાર્ડકોર મરાઠી લોકો છે અને એવું માનવામાં આવે છે કે લોકોએ એકનાથ શિંદેની શિવસેનાને ભાજપની અપેક્ષા જેટલું સમર્થન આપ્યું નથી. આવી સ્થિતિમાં રાજ ઠાકરેના આગમનથી ભાજપને મહારાષ્ટ્રમાં તેના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ મળશે. રાજ ઠાકરેની પાર્ટીના પ્રભાવની વાત કરીએ તો MNSનો પ્રભાવ મુંબઈ, થાણે, કોંકણ, પુણે અને નાસિક જેવા વિસ્તારોમાં છે. આ ગઠબંધનથી એનડીએને ફાયદો થઈ શકે છે. તેમના આવવાથી મરાઠી માણસ તરીકે હિંદુ મતોનું વિભાજન ઘટશે, રાજ ઠાકરે ઉદ્ધ,વ ઠાકરેને જવાબ આપવા હાજર રહેશે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!