Dark Mode
Image
  • Sunday, 19 May 2024

અમદાવાદના સાબરતમી રિવરફ્રન્ટ પર ફરી એક વાર શરૂ કરાયેલી હેલિકોપ્ટર જોય રાઈડ

અમદાવાદના સાબરતમી રિવરફ્રન્ટ પર ફરી એક વાર શરૂ કરાયેલી હેલિકોપ્ટર જોય રાઈડ

અમદાવાદના સાબરતમી રિવરફ્રન્ટ પર શરૂ કરાયેલી હેલિકોપ્ટર જોય રાઈડનો કોન્ટ્રાક્ટ રિન્યૂ થઈ ગયો છે અને હવે ફરીથી અમદાવાદીઓ ટિકિટ બુક કરાવીને શહેરને હવામાંથી જોઈ શકશે.

 

તારીખ 12/08/2023 અમદાવાદ, ગુજરાત

                                            અમદાવાદના સાબરતમી રિવરફ્રન્ટ પર શરૂ કરાયેલી હેલિકોપ્ટર જોય રાઈડનો કોન્ટ્રાક્ટ રિન્યૂ થઈ ગયો છે અને હવે ફરીથી અમદાવાદીઓ ટિકિટ બુક કરાવીને શહેરને હવામાંથી જોઈ શકશે. 4 મહિના પહેલા અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવેલી જોચય રાઈડમાં તે સમયે 7500 જેટલા લોકોએ આનંદ માણ્યો હતો. ત્યારે આજથી ફરી આ જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. જેમાં એરોટ્રાન્સ કંપની હેલિકોપ્ટર 10 મિનિટ સુધી હવાઈ મુસાફરી કરાવશે. તમને જણાવી દઈએ કે, આ જોયરાઈડ જાન્યુઆરી 2022માં સાબરમતી રિવરફ્રન્ટથી શરૂ થઈ હતી. જે લગભગ 4 મહિના પહેલા બંધ કરી દેવામાં આવી હતી. કંપનીએ હવે તેને ફરીથી શરૂ કરી છે.

 

શહેરભરના વિવિધ એમ્યુઝમેન્ટ પાર્ક અને મનોરંજક કેન્દ્રોમાં આવેલી અમદાવાદ જોય રાઇડ્સ ભૌતિક વાતાવરણમાંથી છટકી જાય છે અને આનંદદાયક ક્ષણોને ગળે લગાડવાની તક પૂરી પાડે છે. આ આકર્ષણોથી ઉત્તેજના અને આનંદની અવિસ્મરણીય માત્રાની શોધમાં ભીડ આકર્ષિત થવાની અપેક્ષા રાખવામાં આવે છે.

 

 


અમદાવાદમાં જોકે આ વખતે જોય રાઈડની ટિકિટના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે લોકોને હેલિકોપ્ટરમાં બેસીને જોય રાઈડનો આનંદ માણવા માટે 2478 રૂપિયા ચૂકવવા પડશે. આનાથી પહેલા લોકોને વ્યક્તિ દીઠ 2360 રૂપિયા ટિકિટ રાખવામાં આવી હતી. એટલે જોય રાઈડની ટિકિટની કિંમતમાં 118 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

 

આજથી રિવરફ્રન્ટ પર હેલિકોપ્ટર જોય રાઈડ શરૂ
ફરી જોઈ શકાશે અમદાવાદનો આકાશી નજારો
વ્યક્તિ દીઠ ચૂકવવા પડશે 2478 રૂપિયા

 

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!