Dark Mode
Image
  • Sunday, 19 May 2024

ગુજરાત પોલીસે આણંદ નજીક એક ઓપરેશનમાં ડ્રગ્સ જપ્ત કર્યું

ગુજરાત પોલીસે આણંદ નજીક એક ઓપરેશનમાં ડ્રગ્સ જપ્ત કર્યું

ગુજરાત પોલીસે આણંદ ઓપરેશનમાં ડ્રગ્સ જપ્ત કર્યું, નિપિંગ નાર્કોટિક્સ પ્રવૃત્તિ. ગુજરાત પોલીસે આણંદ નજીકના એક સ્થળેથી ડ્રગ્સનો નોંધપાત્ર જથ્થો સફળતાપૂર્વક જપ્ત કર્યો છે.

 

 

તારીખ 12/08/2023 આણંદ, ગુજરાત 

                              ગુજરાતમાંથી ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું છે. આણંદ નજીકથી પોલીસે ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ગુજરાતના આણંદ નજીકથી કારમાં લઈ જવાતુ 4.40લાખનો MD ડ્રગ્સ સાથે બે આરોપીને SOG પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસેને બાતમી મળી હતી કે આણંદ તાલુકાના સામરખા ગામ નજીકથી પસાર થતા અમદાવાદ-એક્સપ્રેસ-વે પર બહાર નીકળી સામરખા ચોકડી તરફ એક કારમાં એમડી ડ્રગ્સ સાથે પસાર થવાની છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન, વર્ણનવાળી કાર આવી પહોંચતા જ પોલીસે કારને અટકાવી હતી.અને કારમાં તપાસ કરી હતી. કારમાં બે શખસો સવાર હતા, જેમના નામ-ઠામની પૂછપરછ કરી હતી. જેમાં બાકરોલના સમર્પણ ટેનામેન્ટમાં રહેતો એક શખસ હિતેશ કેશવલાલ પટેલ અને બીજો મૂળ રાજસ્થાનનો અને હાલમાં બોરીયાવી સ્થિત રામદેવ રાજપુરોહિત ઢાબા પાસે રહેતો ગોપાલ ભાખરારામ બિશ્નોઈ હોવાનું ખૂલ્યું હતું.

 

 

પોલીસ દ્વારા શંકાસ્પદ કારની તપાસણી કરતાં કારમાંથી પોલીસને રૂપિયા 4.40 લાખનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું તેઓ રાજસ્થાનના જોધપુર સ્થિત ધવા ગામે રહેતા ભૂપેન્દ્ર બિશ્નોઈ પાસેથી ડ્રગ્સલાવ્યા હતા અને બોરીયાવી ગામે રહેતા હીરસીંગ જુગતાવરસીંગ રાજપુરોહિત અને સંદેશર ખાતે રહેતા બીરમારામ ગોબરરામ સુથારને અડધા-અડધા ભાગે આપવાનું હતું. આ મામલે પોલીસે પાંચેય વિરૂદ્ધ ગુનો નોંધી અન્ય ત્રણને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

ગુજરાત પોલીસે આણંદ નજીકના એક સ્થળેથી ડ્રગ્સનો નોંધપાત્ર જથ્થો સફળતાપૂર્વક જપ્ત કર્યો છે. જે આ વિસ્તારમાં માદક દ્રવ્યોની હેરાફેરીને મોટો ફટકો આપે છે. સમર્પિત કાયદા અમલીકરણ કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલું આ ઓપરેશન, ડ્રગના જોખમનો સામનો કરવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે રાજ્યની અવિરત પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે.

 


આણંદ નજીકથી પોલીસે ઝડપ્યું ડ્રગ્સ
ડ્રગ્સ સાથે પોલીસે બે ઈસમોની કરી ધરપકડ
પોલીસે 4.40 લાખનું એમડી ડ્રગ્સ ઝડપ્યું
રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!