Dark Mode
Image
  • Sunday, 28 April 2024

ગુજરાત સરકારે એકતા નગર એરપોર્ટ માટે જમીન નક્કી કરી

ગુજરાત સરકારે એકતા નગર એરપોર્ટ માટે જમીન નક્કી કરી

બુલેટિન ઈન્ડિયા નર્મદા : ગુજરાત સરકારે એકતા નગર ખાતે સૂચિત એરપોર્ટ માટે ખેરકુવા, ભાદરવા અને સુરેવા એમ ત્રણ ગામોની જમીન નક્કી કરી છે, જેથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે કનેક્ટિવિટી વધારી શકાય. ડભોઈ ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ રાજ્ય વિધાનસભામાં પૂછેલા પ્રશ્નના જવાબમાં મંગળવારે આ માહિતી આપવામાં આવી હતી.

 

 

તિલકવાડા તાલુકામાં આવેલા આ ગામોની જમીનનો ઉપયોગ 3,000 મીટરના રન-વેના નિર્માણ માટે કરવામાં આવશે. પસંદ કરેલી જમીનમાં આશરે 210 ચોરસ મીટર ખાનગી જમીનનો સમાવેશ થાય છે, અને 20 નવેમ્બર, 2023 ના રોજ રાજ્ય સરકાર દ્વારા જમીન સંપાદન માટેની મંજૂરી આપવામાં આવી હતી.

 

 

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના નોંધપાત્ર ધસારાને કારણે.આ વિસ્તારમાં આધુનિક એરપોર્ટ વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.હાલમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ) દ્વારા પ્રી-ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તે પૂર્ણ થયા બાદ જમીન સંપાદનનું કામ શરૂ કરવામાં આવશે.

 

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!