Dark Mode
Image
  • Sunday, 19 May 2024

અમદાવાદના થલતેજમાં યોજાયો નિ:શુલ્ક મેડીકલ કેમ્પ : આશરે 100 જેટલા લાભાર્થીઓએ કરાવ્યું હેલ્થ ચેકઅપ

અમદાવાદના થલતેજમાં યોજાયો નિ:શુલ્ક મેડીકલ કેમ્પ : આશરે 100 જેટલા લાભાર્થીઓએ કરાવ્યું હેલ્થ ચેકઅપ

-- PDUVS અને કેડી હોસ્પિટલ દ્વારા યોજાયો કેમ્પ :

 

પંડીત દીનદયાળ ઉપાધ્યાય વિચાર સંઘ અને કેડી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજ રોજ નિ:શુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ જયશ્રી મહાલક્ષ્મી ધામ ખાતે આ નિ:શુલ્ક હેલ્થ સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો હતો.

જેમાં આરબીએસ, બીપી તેમજ બીએમઆઈ જેવી તબીબી સેવાનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. પીડીયુવીએસ અને કેડી હોસ્પિટલ દ્વારા યોજાયેલ આ કેમ્પમાં આશરે 100 જેટલા લોકોએ લાભ લીધો હતો અને હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું.આ આયોજન મંદિરમાં કરવામાં આવ્યું હોવાથી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ તેમજ તબીબે સૌ પ્રથમ મંદિરમાં માતાજીના દર્શન કર્યા બાદ હેલ્થ ચેકઅપની શરૂઆત કરી હતી.

 

જેમાં ડો.જેનિશભાઈ અને તેમના નર્સિંગ સ્ટાફે ખૂબ જ સરસ રીતે લાભાર્થીઓનું હેલ્થ ચેકઅપ કરી યોગ્ય માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.પંડીત દીનદયાળ ઉપાધ્યાય વિચાર સંઘના અમદાવાદ પ્રમુખ વત્સલ દીક્ષિત, મહામંત્રી દર્શન પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!