Dark Mode
Image
  • Friday, 17 May 2024

માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના આ દેશોમાં પણ થાય છે વોટિંગ માટે EVNનો ઉપયોગ

માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના આ દેશોમાં પણ થાય છે વોટિંગ માટે EVNનો ઉપયોગ

ભારતમાં વોટિંગ માટે ઇવીએમનો ઉપયોગ થાય છે.. ઇવીએમ મામલે આપણે ત્યાં ઘણા સવાલો ઉઠ્યા છે.. અને ઘણાના મનમાં એ વાત આવી છે કે ભારત સીવાય બીજા કયા દેશો છે જ્યાં ઇવીએમનો ઉપયોગ થાય છે તો ચાલો તમને જણાવીએ કે ભારત સીવાય બીજા કયા દેશોમાં ઇવીએમથી વોટિંગ થાય છે અને કયા દેશો એવા છે જેમણે ઇવીએમ પર પ્રતિબંધ લગાવ્યો છે.ભારતના ચૂંટણી પંચે તેની વેબસાઇટ પર આવા ચૂંટણી-સંબંધિત ભ્રામક દાવાઓ અને સામાન્ય ચૂંટણી-સંબંધિત માહિતીને સંબોધિત કરવા માટે એક નવો સેગમેન્ટ રજૂ કર્યો છે.

 

-- ભારત અને અમેરિકા આ બે મોટા લોકશાહી દેશોમાં EVMનો ઉપયોગ :- વિશ્વના ઘણા દેશોએ એક યા બીજા સમયે ઈવીએમમાં રસ દાખવ્યો હતો, જેમાંથી ઘણાએ તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે જ્યારે કેટલાક આ મશીનનો ઉપયોગ નાની ચૂંટણીઓમાં જ કરે છે. બીજી તરફ, કેટલાક દેશોમાં દરેક નાની-મોટી ચૂંટણીમાં EVMનો ઉપયોગ જ થાય છે. આ યાદીમાં મુખ્યત્વે વિશ્વના બે સૌથી મોટા અને સૌથી જૂના લોકશાહી દેશોનો સમાવેશ થાય છે, જે છે ભારત અને અમેરિકા ..આ સીવાય પણ બીજા કેટલાક દેશોમાં વોટિંગ માટે ઇવીએમનો ઉપયોગ થાય છે.

 

-- એ દેશો જ્યાં ઇવીએમથી વોટિંગ થાય છે :

 

અમેરિકા
ભારત
બ્રાઝિલ
નામિબિયા
ભૂટાન

 

વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં મતદાન પ્રક્રિયા માટે ઈવીએમનો ઉપયોગ કરવામાં આવે છે તો. કેટલાક દેશો એવા છે જેમણે ટ્રાયલ પછી EVM નો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે.

 

-- આ દેશોએ EVMથી અંતર રાખ્યું છે :

 

જર્મની
નેધરલેન્ડ
પેરાગ્વે
ફ્રાન્સ


કેટલાક દેશો એવા છે જેમણે ટ્રાયલ કર્યા પછી ઇવીએમનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકયો છે આવા દેશોની યાદી પર નજર કરીએ તો

 

નોર્વે
યુનાઇટેડ કિંગડમ (યુકે)
ઓસ્ટ્રેલિયા
ઇટાલી
આયર્લેન્ડ
કોસ્ટા રિકા
ફિલિપાઇન્સ
ગ્વાટેમાલા

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!