Dark Mode
Image
  • Wednesday, 15 May 2024

66ની ઉંમરે પણ ફિટનેસ મામલે સૌના ‘નાયક’ છે અનિલ કપૂર, આ છે તેમના સારા સ્વાસ્થ્યનું રહસ્ય

66ની ઉંમરે પણ ફિટનેસ મામલે સૌના ‘નાયક’ છે અનિલ કપૂર, આ છે તેમના સારા સ્વાસ્થ્યનું રહસ્ય

અનિલ કપૂર નિયમિતપણે જીમમાં પરસેવો પાડે છે. તેમનું ફિટનેસ અને ડાયેટ રૂટિન સૌકોઈ જાણવા માગે છે.

 

બોલિવૂડ એક્ટર અનિલ કપૂર તાજેતરમાં એનિમલ ફિલ્મમાં જોવા મળ્યા છે અને હવે તેઓ હૃતિક રોશન અને દીપિકા પદુકોણ સાથે ફાઈટરમાં જોવા મળશે. અનિલ કપૂર 66 વર્ષની ઉંમરમાં પણ એકદમ ફિટ છે. તેઓ પોતાની એક્ટિંગ અને ફિટનેસ માટે જાણીતાં છે. તેમણે પોતાની ફિટનેસથી બધાને પ્રભાવિત કર્યા છે. 66 વર્ષના હોવા છતાં તેઓ આજે પણ 35 થી 40 વર્ષના યુવાનોને માત આપી રહ્યા છે. ચાલો તેમના ફિટનેસ રૂટિન વિશે જાણીએ.

 

ફિલ્મ એનિમલ માટે બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું

 

 

ફિલ્મ એનિમલ માટે અનિલ કપૂરે સંપૂર્ણપણે બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે. આ સમયગાળા દરમિયાન તેમણે વર્કઆઉટ, ડાયેટ માટે સખત મહેનત કરી હતી. એનિમલ ફિલ્મ માટે તેમણે પોતાના શરીરને સ્નાયુબદ્ધ અને ટોન બનાવ્યું છે. સ્વસ્થ રહેવા માટે તેઓ નિયમિતપણે જીમમાં પરસેવો પાડે છે. ઉલ્લેખનીય છે કે, ફાઈટર ફિલ્મ માટે પણ તેમણે શરીર પર ખૂબ કામ કર્યું છે. તેમની ફિટનેસ ઘણાં લોકો માટે પ્રેરણા છે.

 

અનિલ કપૂર કેવા પ્રકારની એક્સરસાઈઝ કરે છે?

 

અનિલ કપૂર દરરોજ સવારે ઉઠીને એક્સરસાઈઝ કરે છે. તેઓ ટ્રેડમિલ પર દોડવાનું અને આઉટડોર એક્સરસાઇઝ કરવાનું પણ પસંદ કરે છે. તેમને કસરત કરવી ખૂબ જ ગમે છે એટલે તેઓ કાર્ડિયો, રનિંગ, સ્વિમિંગ અને સાઇકલિંગ જેવી જુદી-જુદી કસરતો કરે છે. તેઓ દરરોજ કાર્ડિયો એક્સરસાઇઝ કરે છે, જે કેલરી બર્ન કરે છે અને કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમને પણ એક્ટિવ રાખે છે. તેઓ સ્નાયુઓ અને ટ્રાઇસેપ્સને જાળવવા માટે વેઈટ ટ્રેનિંગ એક્સરસાઈઝ પણ કરે છે.

 

 

અનિલ કપૂરનું ડાયેટ રૂટિન શું છે?

 

અનિલ કપૂર ખાવા-પીવાને લઈને ખૂબ જ સતર્ક રહે છે. તેઓ એવું કંઈ પણ ખાતા નથી જેનાથી તેમના સ્વાસ્થ્યને નુકસાન થાય. તેઓ દિવસની શરૂઆત ઇંડા, અનાજથી બનેલો ટોસ્ટ અને તાજા ફળોના સેવનથી કરે છે. જ્યારે બપોરના ભોજનમાં તેઓ કાર્બોહાઈડ્રેટ્સ અને લીન પ્રોટીન લે છે, જેમાં તેઓ રોટલી, કઠોળ, શાકભાજી વગેરેનું સેવન કરે છે. ડિનરની વાત કરીએ તો રાત્રિભોજન દરમિયાન તેઓ ચિકન, શાકભાજી, બ્રાઉન રાઇસ અને ગ્રીલ્ડ ફિશ વગેરે ખાવાનું પસંદ કરે છે. તેઓ બહારનું કંઈપણ ખાવા કરતાં ઘરનું ભોજન ખાવાનું પસંદ કરે છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!