Dark Mode
Image
  • Friday, 03 May 2024

આજે જ તમારા ફોનમાં કરો આ સેટિંગ, કામ પૂર્ણ થયા બાદ OTP ઓટોમેટિક ડિલીટ થઈ જશે

આજે જ તમારા ફોનમાં કરો આ સેટિંગ, કામ પૂર્ણ થયા બાદ OTP ઓટોમેટિક ડિલીટ થઈ જશે

વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTPનો ઉપયોગ આજે દરેક જગ્યાએ થઈ રહ્યો છે. બેંકથી લઈને સિમ કાર્ડ અને જીમેલથી વોટ્સએપ લોગીન સુધી OTPનો ઉપયોગ થઈ રહ્યો છે. આપણે OTP ધરાવતા સંદેશાઓનો ઉપયોગ કર્યા પછી તેને ડિલીટ કરતા નથી, જો કે આપણે તેમ કરવું જોઈએ. આજે અમે તમને એક એવી સેટિંગ વિશે જણાવીશું જેને ફોનમાં ઓન કર્યા પછી તમારા ફોનમાંથી OTP અને 2FA કોડ ઓટોમેટિક ડિલીટ થઈ જશે. ચાલો જાણીયે...

 

ફોનમાંથી ઓટીપી મેસેજ કેવી રીતે ઓટોમેટીક ડિલીટ થશે

 

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ ફીચર હાલમાં ફક્ત iPhonesમાં જ ઉપલબ્ધ છે, તે પણ માત્ર iOS 17 ધરાવતા iPhonesમાં, તો ચાલો હવે સેટિંગની પદ્ધતિ જાણીએ.
સૌ પ્રથમ, ખાતરી કરો કે તમારા iPhoneમાં iOS 17 છે કે નહીં.
આ પછી ફોનના સેટિંગમાં જાઓ.
હવે મેનુમાંથી પાસવર્ડ પસંદ કરો.
આ પછી પાસવર્ડ વિકલ્પો પર ક્લિક કરો.
હવે ક્લીન અપ ઓટોમેટીકલી ચાલુ કરો.
આ સેટિંગ ઓન થયા પછી, iPhone ઓટોમેટિકલી OTP અને 2FA ડિલીટ કરશે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!